GUJARAT

Ahmedabad: વટવા GIDC ફેઝ-1માં કેમિકલની કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી

વટવા GIDC ફેઝ 1માં આવેલ પ્લોટ નં 118/119માં અલ્કેશ એન્ટરપ્રાઇઝ અને રોયલ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં સ્ટોરેજ ફેસિલિટી વિભાગમાં સોમવારે બપોરે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જેમાં કંપનીમાં મિથેનોલ, સોલવન્ટ સહિતના કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ધૂમાડાના ગોટેગોટા બે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા.

જ્યારે ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયર મેજર કોલ જાહેર કરીને 18 ગાડીઓ સાથે 65થી વધુ ફાયર કર્મીઓએ ઘટના સ્થળે પહોચીને 3 લાખ લિટર પાણી અને 3 હજાર લિટર ફોર્મનો આઠ બાજુથી મારો ચલાવીને દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં એક આધેડને સામાન્ય ઇજા પહોંચતા તેને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.વટવા જીઆઇડીસીમાં આવેલા અલ્કેશ એન્ટરપ્રાઇઝમાં સોમવારે બપોરે 2 વાગ્યે સ્ટોરેજ ફેસિલિટી વિભાગમાં આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી. આગ લાગતાની સાથે 10 જેટલા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. ફેક્ટરીમાં કેમિકલ હોવાથી થોડીવારમાં જ આગ વધુ ફેલાઇ હતી. જ્યારે ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની 18 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને ડિવિઝનલ ફાયર ઓફ્સિર ઓમ જાડેજાની ટીમ સહિતના લોકોએ ફેક્ટરીના ફરતે આઠ બાજુથી પાણીનો અને ફેર્મનો મારો ચલાવ્યો હતો. તેમજ સુરક્ષાના ભાગરૂપે આસપાસની કંપનીઓ ખાલી કરાવી હતી. જેમાં ફેકટરીનું બાંધકામ જૂનૂ હોવાથી પાણીનો અને ફેર્મનો મારો કરતી વખતે છત ધરાશાયી થઇ હતી. ત્યારે ઓપરેટર તરીકે કામ કરતા 50 વર્ષીય ઉપેન્દ્ર શુક્લાને હાથના ભાગે માઈનર ફ્લેશ ફાયરથી ઇન્જરી થઈ હતી. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button