ઓસ્ટ્રેલિયામાં હાલમાં બિગ બેશ લીગનું આયોજન થઈ રહ્યું છે. આ લીગમાં ઓસ્ટ્રેલિયા સિવાય દુનિયાભરના ઘણા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 16 જાન્યુઆરીના રોજ, ટુર્નામેન્ટની 36મી મેચ હોબાર્ટ હરિકેન્સ અને બ્રિસ્બેન હીટ વચ્ચે રમાઈ હતી.
આ મેચ દરમિયાન મેદાનમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે રમત થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લાઈવ મેચ દરમિયાન લાગી આગ
હોબાર્ટ અને બ્રિસ્બેન વચ્ચેની રમાઈ રહી હતી. બીજી ઈનિંગ દરમિયાન, જ્યારે હોબાર્ટની ટીમ લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરી, ત્યારે પાંચમી ઓવર શરૂ થાય તે પહેલાં મેદાનમાં આગ લાગી ગઈ. આગ કોઈ પણ વ્યક્તિને પોતાની ઝપેટમાં લે તે પહેલાં તેને તાત્કાલિક કાબુમાં લેવામાં આવી. આગ જોઈને કર્મચારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા અને આગ ઓલવી નાખવામાં આવી. પરંતુ આગ જોઈને અમ્પાયરે થોડા સમય માટે મેચ રોકી દીધી. આ સમય દરમિયાન ખેલાડીઓ પણ ડરેલા દેખાતા હતા. ફેન્સમાં થોડા સમય માટે અરાજકતાનું વાતાવરણ હતું.
આ હતી મેચની સ્થિતિ
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બ્રિસ્બેને 20 ઓવરમાં 201 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ તરફથી માર્નસ લાબુશેને સૌથી વધુ રન બનાવ્યા. તેને 44 બોલમાં 77 રનની ઈનિંગ રમી. આ સિવાય ટોમ એલ્સોપે 39 રન બનાવ્યા. પરંતુ બ્રિસ્બેનના કેપ્ટન ઉસ્માન ખ્વાજાનું બેટ કામ ન આવ્યું. તે 9 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે, હોબાર્ટે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કર્યું. હોબાર્ટ માટે, કાલેબ જ્વેલે 49 બોલમાં 76 રન બનાવ્યા. આ સિવાય નિખિલ ચૌધરીએ 27 બોલમાં 39 રન બનાવ્યા.