અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં સરખેજ વોર્ડમાં પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તાથી S G હાઈવે તરફ જવાના રોડ પર ઓનેસ્ટ રેસ્ટોરેન્ટ પાસે રૂ. 4 કરોડ, 67 લાખના ખર્ચે ફુડ પ્લાઝા બનાવવામાં આવશે.
AMC દ્વારા શહેરીજનોને રાજ્યના જુદા જુદા વિસ્તારોની પ્રખ્યાત અને અવનવી વાનગીઓ, ચાઈનીઝ, મેક્સિકન સહિત પરપ્રાંતીય ખાદ્ય ચીજો એક જ સ્થળે મળી રહે તે હેતુસર ફુડ પ્લાઝા તૈયાર કરવામાં આવશે. AMC દ્વારા સૂચિત ફુડ પ્લાઝામાં 28 જેટલા ફુડ સ્ટોલ અને ડાઈનિંગ એરિયા તૈયાર કરાશે. વેજલપુર ્ઁ TP- 23, FP – 03માં આવેલા AMCના પ્લોટમાં અદ્યતન ફુડ પ્લાઝ બનાવવા માટેની દરખાસ્ત આવતીકાલે રોડ એન્ડ બિલ્ડિંગમાં રજૂ કરાશે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં AMC દ્વારા શહેરના દક્ષિણ ઝોનમાં રૂ. 6 કરોડ, 67 લાખના ખર્ચે ફુડ પ્લાઝા બનાવવા માટે સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે AMC દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રાથમિક સર્વેમાં ફુડ પ્લાઝામાં 28 ફુડ સ્ટોલ અને ડાઈનિંગ એરિયા રાખવામાં આવશે. આ ફુડ પ્લાઝામાં 312 જેટલી બેઠક- સીટ રાખવામાં આવશે. આ ફુડ પ્લાઝામાં આવનાર ગ્રાહકો માટે ફોર વ્હીલર અને ટુ- વ્હીલર પાર્િંકગની સુવિધા ઉભી કરવામાં આવશે અને ટોઈલેટ બ્લોક તૈયાર કરાશે. AMC દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે અને પર્યાવરણની જાળવણીનો અમલ કરી શકાય તે હેતુસર સૂચિત ફુડ પ્લાઝામાં વેસ્ટ ફુડ કમ્પોસ્ટર મશીન, ડ્રાય ગાર્બેજ બીન, વેટ ગાર્બેજ બીન સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.
Source link