GUJARAT

Ahmedabad: શેલામાં સોસાયટીના ગેટ પાસે રમી રહેલા ચાર વર્ષના બાળકને કારચાલકે કચડયો

શહેરમાં હજુ પણ બેફામ ગતિએ કાર ચલાવીને લોકોને કચડવાના બનાવો અવિરત ચાલુ રહેવા પામ્યા છે. શેલા વ્રજ ગાર્ડન સોસાયટીના ગેટ પાસે સવારના સમયે 4 વર્ષીય બાળક રમી રહ્યું હતુ.

તે સમયે પૂર ઝડપે આવી રહેલ એક કારચાલકે યુ-ટર્ન લેતી વખતે તેને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી જેને હોસ્પિટલ મોકલી અપાતા તેનુ મોત નિપજ્યું હતુ. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક આકાશ કેડીયાને ઝડપી પાડયો છે. ઉલ્લેખનીય છે કે મૃતક બાળકના દાદા-પિતા મકાન રિનોવેશન માટેનું કામ કરવા માટે આવ્યા હતા.

મુળ મધ્યપ્રદેશના જાંબુઆના કરદાવટ ગામમાં રહેતા 50 વર્ષીય પપ્પુભાઇ બામણીયા તેમના પત્ની , પુત્ર રાજેશ , પૌત્રવધુ અને ચાર વર્ષના પૌત્ર વિકાસ સાથે બોપલમાં રહીને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે. છેલ્લાં ઘણા સમયથી તે શેલામાં આવેલી વ્રજધામ સોસાયટીમાં મકાનના રિનોવેશનના કામ માટે આવ્યા છે. તેમની સાથે તેમના પરિવારજનો પણ કામમાં મદદ કરતા હોય છે. ગુરૂવારે સવારે નવ વાગ્યાની આસપાસ પપ્પુભાઇ અને તેમના પરિવારના સભ્યો કામ કરી રહ્યા હતા. જ્યારે વિકાસ ગેટ પાસે રમતો હતો ત્યારે એક કાર ચાલકે કારને પૂરઝડપે હંકારીને અચાનક યુ ટર્ન લીધો હતો. જેમાં વિકાસને ટક્કર લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે કારચાલક આકાશ કેડીયા સામે ગુનો નોંધીને ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં ધોળકામાં કોલસા ફેક્ટરી ચલાવે છે તેમજ તેનો બંગલો તૈયાર થતાં ત્યાં આવ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button