- મહિલાએ પોલીસ અને ગ્રાહક સુરક્ષામાં કરી ફરિયાદ
- ગિફ્ટ માટે ફોન આવ્યો અને ઇન્શ્યોરન્સ લેવડાવ્યું
- ફેમિલી ઇન્શ્યોરન્સ કવર થશે કહીને કરી છેતરપિંડી
રાજકોટમાં ઇન્શ્યોરન્સ પોલિસીના નામે છેતરપિંડી થઇ છે. જેમાં મહિલાએ પોલીસ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે. તેમાં ગિફ્ટ માટે ફોન આવ્યો અને ઇન્શ્યોરન્સ લેવડાવ્યું હતુ. ફેમિલી ઇન્શ્યોરન્સ કવર થશે કહીને છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં પોલિસી માત્ર પતિના નામે એક્સિડન્ટ પોલિસી નીકળી છે. ફરિયાદીના ઇન્શ્યોરન્સ કચેરી સામે ગંભીર આક્ષેપ થયા છે.
ગોંડલમાં રજૂઆત કરવા જતા માર માર્યોનો આક્ષેપ
ગોંડલમાં રજૂઆત કરવા જતા માર માર્યોનો આક્ષેપ છે. દર વર્ષે રૂ 31500નો પોલિસીનો ચાર્જ લેવામાં આવ્યો છે. જેમાં રૂપિયા પરત કરવામાં આવે તેવી ફરિયાદીની માગ છે. તેમાં મારમારી અને ફોર્ડની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મેનેજર અમીનાશ દેસાઇ, સામ્યા દેસાઇ સામે ફરિયાદ થઇ છે. તેમજ જૂન 2023થી અત્યાર સુધી 61 હજારની ઠગાઇની ફરિયાદ છે. જેમાં રાજકોટમાં ઇન્સ્યોરન્સ પોલીસીના નામે છેતરપિંડી થયાનો આરોપ છે. તેમાં આશાબેન પટેલ નામના મહિલાએ પોલીસ અને ગ્રહક સુરક્ષામાં ફરિયાદ કરી છે. ફરિયાદી આશાબેન પટેલે જણાવ્યું છે કે ગિફ્ટ માટે ફોન આવ્યો અને ત્યાં ગયા ત્યારે ઇન્સ્યોરન્સ લેવડાવ્યુ હતુ.
રૂપિયા પરત કરાવવામાં આવે તેવી માગ કરાઇ રહી છે
રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીના નામે ફેમિલી ઇન્સ્યોરન્સ કવર થશે કહી પોલીસી લેવડાવી હતી. જેમાં પ્રેગ્નન્સીનો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની આપશે તેવું સમજાવ્યા બાદ કોઈ જ લાભ ન આપ્યો. તેમજ ઇન્સ્યોરન્સ પોલીસી આવી ત્યારે માત્ર પતિના નામે એક્સિડન્ટ પોલીસી જ આવી હતી. તેમજ ગોંડલ રોડ પર રિલાયન્સ ઇન્સ્યોરન્સ કચેરીએ રજૂઆત કરવા જતા માર માર્યો હતો. જેમાં દર વર્ષે 31500 રૂપિયાનો પોલીસીનો ચાર્જ લેવામાં આવ્યો છે. તેથી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી અને ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર અમીનાશ દેસાઈ અને સામ્યા દેસાઈ સામે ફરીયાદ નોંધાવી છે. જૂન 2023થી અત્યાર સુધીમાં 61 હજાર રૂપિયાની છેતરપિંડી થઈ તે રૂપિયા પરત કરાવવામાં આવે તેવી માગ કરાઇ રહી છે.
Source link