આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે સાઈબર ક્રાઈમના અપરાધ બની રહ્યા છે. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ અને લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી આ પ્રકારના ફ્રોડ થતા હોય છે. ત્યારે અડાજણની એક યુવતી સાઈબર ક્રાઈમના ચુંગાલમાં ફસાઈ છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ મિત્રતા
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અડાજણની યુવતીએ એક યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી હતી. મિત્રતા થતા યુવતી તેના મિત્ર સાથે વિડિયો કોલ પર અવાર નવાર વાતો કરતી હતી. આ દરમિયાન યુવકે યુવતીને પોતાની જાળમાં ફસાવી યુવતીના ફોટા લઈ લીધા હતા. અને ત્યારબાદ તે યુવતીને ફોટા બતાવી બ્લેકમેઈલ કરવાનુ શરૂ કર્તોયુ હતુ.
ફોટા મોર્ફ કરી વાઈરલ કરવાની ધમકી
આરોપી બ્લેક્મેલર યુવક ચેતન બિશ્નોઈ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તે અવાર નવાર યુવતીને ફોટા બતાવી હેરાન કરતો હતો અને પૈસાની માંગણી કરતો હતો. જો યુવતી પૈસા આપવાની ના પાડે તો યુવક ફોટા મોર્ફ કરી વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો. જેથી યુવતી ખુબ જ ડરી ગઈ હતી. યુવકે ધમકી આપી યુવતી પાસેથી રૂપિયા પણ પડાવ્યા હતા.
સાઈબર ક્રાઈમ પોલીસે યુવક વિદુદ્ધ કાર્યવાહી હાથ ધરી
આ યુવકની હિમ્મત એટલી વધી ગઈ કે, યુ.પીથી સુરત આવી યુવતી પાસેથી રૂપિયા અને યુવતી પાસે રહેલો મોબાઈલ પણ લઈ લીધો હતો. હેરાન પરેશાન થઈ જતા યુવતીએ આખરે આ યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ નોંધાવતા સાઈબર ક્રાઈમ પોલીસે યુવક વિદુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 28 જેટલા પોતાના મોબાઈલ નંબર પણ કબ્જે કર્યા.
Source link