અમદાવાદ કોર્પોરેશનની વર્ષ 2021ના ફેબ્રુઆરી માસમાં મહાનગરપાલિકા માટે મતદાન યોજાયું હતું.જેમાં નવરંગપુરા વોર્ડના ઉમેદવાર નીરવ કવિને લઈ વિવાદ સામે આવ્યો હતો જેમાં ઉમેદવાર સામે લાગેલા આક્ષેપ પર કેસ ચલાવવા સેશન્સ કોર્ટે આદેશ કર્યો છે,આ કેસમાં ક્રિમિનલ પ્રોસિક્યુશન મુજબ કલમ નોંધી કેસ ચલાવવા સેશનસ કોર્ટે આદેશ કરતા ઉમેદવારે ચૂંટણી લડવા જ્ઞાતિ બદલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થતુ હોવાથી આ કેસ હજી આગળ ચાલશે.
નીરવ કવિની મુશ્કેલીમાં વધારો થયો
Amcના નવરંગપુરા વોર્ડના કોર્પોરેટરની મુશ્કેલીમાં વધારો થયો છે.સેશન્સ કોર્ટે કોર્પોરેટર નીરવ કવિ સામે કેસ ચલાવવા આદેશ કર્યો છે.વર્ષ 2021ની amcની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં ચેડા કર્યાનો આક્ષેપ લાગ્યો છે જેમાં તેમણે જાતિપ્રમાણપત્ર સાથે ચેડા કર્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે.ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા જાતિપ્રમાણપત્ર સાથે ચેડા કર્યાનો આક્ષેપ જે તે સમયે લાગ્યો હતો જેને લઈ વિવાદ વકર્યો હતો.ચૂંટણી લડવા લઘુમતી હોવા છતાં હિંદુ બતાવી ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ થયો છે.
વર્ષ 2022થી ચાલે છે વિવાદ
આ અરજીમાં અરજદારે રજૂઆત કરી હતી કે જીત મેળવેલા ઉમેદવાર નીરવ કવિએ પોતાની જ્ઞાતિનું, પ્રમાણપત્ર જન્મતારીખ, રહેઠાણ પુરાવા સહિત ખોટા દસ્તાવેજ રજૂ કરીને ચૂંટણી કમિશન ને પણ ગેરમાર્ગે દોર્યા છે પોતે મુસ્લિમ છે છતાં હિન્દુ બતાવીને ચૂંટણી લડ્યા હોવાની રજૂઆત કોર્ટમાં કરવામાં આવી હતી.આ સાથે હવે ભારતીય જનતા પાર્ટી તરફથી લડેલા ઉમેદવાર અને હાલના મ્યુનિસિપલ કાઉન્સિલર નીરવ કવિની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં બંને પક્ષ દ્વારાં મેટ્રોપોલીટન કોર્ટમા અરજી મામલે અનેક દલીલો કરવામા આવી હતી.
નીરવ કવિ હાલમાં નવરંગપુરા વોર્ડના કોર્પોરેટર
નીરવ કવિ હાલમાં નવરંગપુરા વોર્ડના કોર્પોરેટર છે અને અગાઉ પણ વિવાદમાં આવ્યા છે,આ બાબતે ભાજપ પક્ષ કઈ કહેવા માટે તૈયાર નથી કોંગ્રેસે પણ જે તે સમયે વિરોધ કર્યો હતો અને એક અરજદાર આ બાબતને લઈ કોર્ટ સુધી ગયા હતા.આ વિવાદને લઈ એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહને ફોન કરીને સંપર્ક કર્યો પણ તે ફોન ઉપાડી રહ્યાં નથી.સાથે સાથે કોર્ટ અગામી દિવસોમાં આ બાબતે વધુ સુનાવણી હાથધરશે અને હકારત્મક નિર્ણય આવે તેવી આશા સેવાઈ રહી છે.
Source link