અમરેલી જિલ્લાના ખાંભાના ત્રાકુડા ગામમા પશુઓ સામે સિંહોના ટોળા આવી જતા પશુઓમાં ભાગદોડ મચી હતી. સિંહે ગૌવંશ પર હુમલો કરતા ગૌવંશની હાલત ગંભીર જોવા મળી હતી.
અમરેલીના ખાંભામાં નીરાંતે બેઠેલા પશુઓના ટોળા વચ્ચે સિંહનું ટોળું આવી જતા અફડા તફડી મચી હતી. પશુઓમાં ભાગદોડ વચ્ચે પશુનો શિકાર કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રે આ રીતે સિંહના ટોળા આવી જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલીની ગામડાઓ સુધી સિંહ પહોંચ્યા
હવે અમરેલી જિલ્લાના ગામડાઓ સુધી સિંહ પહોંચી ગયા છે અને પશુ અને રખડતા પ્રાણીનો શિકાર કરતા જોવા મળે છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મણાવાવ ગામમાં સિંહનુ એક ટોળું આવી ચઢ્યું હતું. આ ટોળામાં 14 સિંહ હતા. આ સિંહના ટોળાએ એક આખલાનો શિકાર કર્યો હતો. તેમજ બાજુમાં બીજો આખલો સિંહના ટોળા સામે ઉભો રહ્યો હતો અને શિકાર ઉપરથી સિંહોને દુર કરવાનો પ્રયાસ કરતો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.
સિંહના વીડિયો સામે આવતા રહે છે. તેમજ પશુનો શિકાર, પશુ અને સિંહની લડાઇ વગેરેના વીડિયો વાયરલ થતા હોય છે. ધારી તાલુકાનાં મણાવાવ ગામમાં સિંહનું ટોળુ ઘુસી ગયું હતું. ગામની શેરીઓમાં 14 સિંહે આટા માર્યા હતાં. આ દરમિયાન એક આખલાનો શિકાર કર્યો હતો અને શેરીમાં એક સાથે 14 સિંહે મીજબાની માણી હતી. આ દરમિયાન બીજો આખલો બાજુમાં ઉભો રહ્યો હતો અને શિકાર ઉપરથી સિંહોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના કેમેરામાં કેદ થઇ હતી. બાદ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. એક સાથે 14 સિંહનો ગામડામાં આટા મારતા હતા. લોકોમાં ભય જોવા મળ્યો હતો.
શ્વાન અને સિંહની લડાઇ
અમરેલી જિલ્લામાં સિંહ વસવાટ કરે છે. સાવરકુંડલા તાલુકામાં સિંહ પરિવાર અવારનવાર શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારોમાં આવે છે. રાતે મોટાભાગે સિંહ શિકારમાં નીકળે છે. અમરેલી જિલ્લાનાં ગામડાની શેરીઓમાં પણ સિંહ શિકાર કરે છે. તેમજ ગામડામાં આટા મારાતા દેખાય છે. હાઇવે ઉપર પણ સિંહ જોવા મેળે છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે થોરડી ગામનમી ગૌશાળામાં રાત્રી સમયે બે સિંહ આવી ચઢ્યાં હતાં. ગેઇટ પર સિંહ પહોંચતા ગેઇટ બંધ હતો. સિંહને જોઇ અંદરથી બે શ્વાન દોડી આવ્યા હતા. બે સિંહ અને શ્વાન વચ્ચે લડાઇ શરૂ થઇ હતી.
વન વિભાગ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે
સિંહ એ ભારતની શાન છે. અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં સિંહના વીડિયો સામે આવે છે. સિંહના શિકારનાં વીડિયો સામે આવે છે. અનેક વખત ગામડામાં આવી ચઢેલા સિંહનો વીડિયો સામે આવે છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. વન વિભાગ દ્વારા અવારનવાર લોકોને અપીલ કરવામાં આવે છે કે, વન વિસ્તારમાં જતા પ્રવાસીઓ જંગલમાં કચરોના ફેકવો તેમજ વન્ય પ્રાણી પશુ કે પક્ષીને કોઈ પણ પ્રકારનો ખોરાક ન આપવો જોઇએ. તેમજ વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા અપીલ કરવામાં આવે છે. વન પ્રાણીઓને રંજાડવા જોઇએ નહીં.
Source link