- શ્રાવણ મહિનાનો સોમવાર અને રક્ષાબંધન એકસાથે
- અંબાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા
- અંબાજી મંદિરમા લાંબી લાંબી લાઈનો જોવા મળી
આજે રાખડી પૂનમે અંબાજી મંદિરમાં ભારે ભીડ જામી છે. જેમાં અંબાજી મંદિરમા લાંબી લાંબી લાઈનો જોવા મળી છે .અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. જેમાં વેહલી સવારે 6:00 કલાકે માતાજીની મંગળા આરતી કરાઈ છે. આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. ત્યારે દેશભરના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
શક્તિપીઠ અંબાજી મંદિર પણ ભક્તોથી ઉભરાયુ
ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિર પણ ભક્તોથી ઉભરાયુ છે. આજે વેહલી સવારથી માઇભકતો માતાજીના દર્શન અને માતાજીના આશિર્વાદ લેવા માટે પહોચ્યા છે. આજે રાખડી પૂનમે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. માતાજીના જય અંબેના ઘોષ સાથે પહોચતા ભક્તોથી સમગ્ર મંદિર પરિસરમા ભક્તિમય માહોલ છવાયો હતો. આજે રક્ષબંધન નિમિત્તે માતાજીની વેહલી સવારે 6 કલાકે મંગળા આરતી કરાઇ હતી. આજે રક્ષાબંધન અને શ્રાવણ માસનો સોમવાર છે. જેને લઇને અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે અંબાજી મંદિરમાં લાંબી લાંબી લાઈનો માઇભકતોની જોવા મળી હતી. ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવ્યા છે.
અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો
રક્ષાબંધનને લઈ આજે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ હતુ. આજે અંબાજી મંદિરમાં સવારે મંગળા આરતી બાદ અંબિકેશ્વર મહાદેવની આરતી કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે અંબિકેશ્વર મહાદેવ આવેલું છે. શક્તિની સાથે સાથે શિવ ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચ્યા હતા.આજે માં અંબાનુ મંદિર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુજ્યું ઉઠ્યું હતું. જેને લઇને અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
Source link