GUJARAT

Ahmedabad: શહેરની હવા પ્રદૂષિત થતા એર ક્વોલિટી માટે લેવાયો મોટો નિર્ણય

  • વિવિધ વિસ્તારમાં એર ક્વોલિટી સેન્સર લગાવાશે
  • હવામાં પ્રદૂષણને માપવા માટે લગાવાશે સેન્સર
  • આ પ્રકારની સુવિધા ધરાવતું અમદાવાદ પ્રથમ શહેર

અમદાવાદમાં એર ક્વોલિટી સેન્સર લગાવાશે. વિવિધ વિસ્તારમાં એર ક્વોલિટી સેન્સર લગાવાશે. હવામાં પ્રદૂષણને માપવા માટે સેન્સર લગાવાશે. જેમાં આ પ્રકારની સુવિધા ધરાવતું અમદાવાદ પ્રથમ શહેર બનશે. સેન્સરથી પ્રદૂષણ ઘટાડવાના પગલા લઇ શકાશે.

 હવાનું પ્રદૂષણ માપવા અંગે એર ક્વોલીટી સેન્સર લગાવશે

શહેરમાં વિવિધ વિસ્તારમાં હવાનું પ્રદૂષણ માપવા અંગે એર ક્વોલીટી સેન્સર લગાવશે, જેને પગલે દેશભરમાં અમદાવાદ આ પ્રકારની સુવિધા ધરાવતું પ્રથમ શહેર બનશે, અને એર ક્વોલીટી ઇન્ડેક્સ-એકયુઆઈના આધારે જે તે વિસ્તારમાં પ્રદૂષણ ઘટાડવાના પગલાં લેવા પ્લાન બનાવી અમલમાં મૂકી શકાશે. તેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ સ્ટેન્ડિંગ કમિટીમાં થયેલી ચર્ચા બાદ જણાવ્યું હતું. બુધવારે સાંજથી અચાનક શહેરની અને ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવામાં પદૂષણનું સ્તર ભયાનક સ્તરે વધી ગયું હતું.

બુધવારે સાંજે અમદાવાદ દેશનું ત્રીજું સૌથી પ્રદુષિત શહેર બન્યું હતુ

એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) વેબસાઇટ પ્રમાણે અમદાવાદમાં હવાની ક્વોલિટી 55 હતી તેમાં સાંજે AQI વધીને 126 અને રાત્રીના 9 વાગતા સુધીમાં હવાનું સ્તર વધુ ખરાબ થઇને 163 થઇ ગયું હતું. આ હિસાબે બુધવારે સાંજે અમદાવાદ દેશનું ત્રીજું સૌથી પ્રદુષિત શહેર બન્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન કરતા શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદૂષિત જોવા મળી હતી. આ અંગે AMCના ફાયર વિભાગે એક યાદીમાં કહ્યું હતું કે, સરખેજ સાબર હોટલ પાસે, YMCA ક્લબ પાછળ અને સનાથલ બ્રિજ નીચે કચરો સળગાવવામાં આવ્યો હતો તેના કારણે ધુમાડો થયો અને તે હવામાં ભળતા આ વિસ્તારમાં પ્રદૂષણ વધ્યું હતું.અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં હવાના પ્રદુષણનું સ્તર જોઈએ તો ગ્યાસપુર વિસ્તારમાં 326 AQI સાથે સૌથી ખરાબ હવા નોંધાઈ છે. તેવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પાસે 220, સોની ચાલી વિસ્તારમાં હવાની ક્વોલિટી 210 અને બોડકદેવ, રામદેવનગર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં સરેરાશ 150-200 સુધી AQI નોંધાયું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button