સમય બદલાયો છે અને આ બદલાતા સમયની સાથે કદમ મિલાવીને લોકો પોતાના સ્વજનોને આંગળીના ટેરવે ફોન લગાવીને ખબર અંતર પૂછી શકે છે અને આ બદલાતા સમયમાં કોઈ વ્યક્તિ પાસે ફોન નહીં હોય તેવું ભાગ્યે જ બને, પરંતુ શું ફોન કોઈની હત્યા કરાવી શકે ખરો?
પતિએ પોતાની પત્નીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી
તે પણ બીજું કોઈ નહીં જેની સાથે ચોરીમાં ચાર ફેરા ફર્યા હોય તેવી પત્નીની હત્યા? વાત જાણે એમ છે કે મોરબીમાં પત્નીના ફોનમાં વારંવાર યુવકના ફોન આવતા આડાસંબંધની શંકાએ માથાકૂટ કરીને પતિએ પોતાની પત્નીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલા મુરાનો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં મધ્યપ્રદેશના વતની ધાપુબેન કનૈયાલાલ માલવીય નામના મહિલાની ગળાના ભાગે છરીના ઘા ઝીંકીને તેણીના જ પતિએ છે હત્યા કરી દીધી હતી.
પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી
આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીયાએ હત્યા કરી નાખતા બનાવની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધીને આરોપીને પકડી પાડવા માટે તજવીજ શરૂ કરી હતી, જેમાં આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના અણીયારી ટોલનાકા નજીકથી વતનમાં જવાની ફિરાકમાં હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે આરોપીને ઝડપી લીધો હતો.
મૃતક ધાપુબેન છેલ્લા 6-7 મહિનાથી તેમના વતનમાં રહેતા હતા
ઉલ્લેખનીય છે કે મૃતક ધાપુબેન છેલ્લા 6-7 મહિનાથી તેમના વતનમાં રહેતા હતા અને ધાપુબેનનો મોબાઈલ ફોન તેણીના પતિ કનૈયાલાલ પાસે હોય, જેમાં કોઈ યુવાનના ફોન આવતા હોવાથી ધાપુબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરી હતી અને આરોપી કનૈયાલાલે ધાપુબેન સાથે ઝઘડો કર્યો હતો કે તારે તે વ્યક્તિ સાથે શું સંબંધ છે? તેમ કહી ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દેતા ધાપુબેનનું મૃત્યુ નીપજ્યું હતું.
Source link