થોડા કલાકો પહેલા જ અનિલ અંબાણીની ફેવરિટ કંપની રિલાયન્સ પાવર વિશે સારા સમાચાર આવ્યા હતા, પરંતુ હવે ફરી તેના પર મુસીબતોનો પહાડ આવી ગયો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર અને તેની સહાયક કંપનીઓ પર 3 વર્ષ માટે કોઈપણ ટેન્ડર માટે બોલી લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. SECI એટલે કે Solar Energy Corporation of India એ આ પ્રતિબંધ રિલાયન્સ પાવર પર લગાવ્યો છે.
બેંક ગેરંટીમાં મળી ગરબડી
મહત્વનું છે કે SECI અનુસાર, અનિલ અંબાણીની કંપનીઓએ ટેન્ડર માટે નકલી બેંક ગેરંટી આપી હતી, જેના કારણે SECIએ આ કાર્યવાહી કરી છે. SECIએ ગુરુવારે એક નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે બોલીના છેલ્લા રાઉન્ડમાં કંપનીએ ફેક બેંકની ગેરંટી આપી હતી. આ કારણે ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી મિનિસ્ટ્રી કંપની SECIએ રિલાયન્સ પાવરની સબ્સિડિયરી કંપની તરફથી અને બેંક ગેરંટીમાં ગરબડી મળવા પર છેલ્લા રાઉન્ડની બોલીને રદ કરી દીધી અને પ્રતિબંધ લગાવી દીધો હતો.
ફેક બેંક ગેરંટી
SECIએ પોતાની નોટિસમાં જણાવ્યુ કે મહારાષ્ટ્ર એનર્જી જેનરેશન લિમિટેડ જે હવે રિલાયન્સ NU BESS લિમિટેડ છે.. તેણે ટેન્ડર માટે બેંક ગેરંટી આપી હતી પરંતુ તપાસમાં સામે આવ્યું કે જે ગેરંટીઅને ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે તે એકદમ ફેક છે. હવે હવે જ્યારે ઈ-રિવર્સ ઓક્શન બાદ ગેરરીતિઓ મળી આવી ત્યારે SECIને ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની ફરજ પડી હતી.
SECI અનુસાર, પ્રતિબંધ પછી નકલી દસ્તાવેજો સબમિટ કરવાને કારણે, કંપની ભવિષ્યમાં કોઈપણ ટેન્ડર માટે બિડ કરી શકશે નહીં. બિડર કંપની રિલાયન્સ પાવરની પેટાકંપની છે અને તેણે પેરેન્ટ કંપનીની સત્તાનો ઉપયોગ કરીને નાણાકીય પાત્રતાની જરૂરિયાતો પૂરી કરી હતી.
Source link