મુંબઇની એક અદાલતે સોમવારે ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ સામે કન્ટેમ્પ્ટ (કોર્ટના તિરસ્કારની) નોટિસ જારી કરી હતી. આ નોટિસ ‘પાખંડી બાબા કી કરતુત’ ટાઇટલ સાથેનો બદનક્ષીભર્યો વીડિયો હટાવવાના કોર્ટના આદેશનું પાલન કરવામાં યૂટયૂબની નિષ્ફ્ળતાને લગતી છે. આ વીડિયોમાં એનિમલ વેલ્ફેર એનજીઓ ધ્યાન ફઉન્ડેશન અને તેના સ્થાપક યોગી અશ્વિનીને નિશાન બનાવાયા છે.
બેલાર્ડ પિયરમાં એડિશનલ ચીફ્ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ગત 21 નવેમ્બરના રોજ નોટિસ જારી કરી હતી. આ મામલો 31 માર્ચ, 2024ના રોજ જારી બોમ્બે હાઈકોર્ટના આદેશથી ઉદ્દભવ્યો હતો, જેમાં યૂટયૂબને વિવાદાસ્પદ વીડિયો હટાવવા કહેવાયું હતું. ધ્યાન ફઉન્ડેશનનો આરોપ છે કે વીડિયોમાં અપમાનજનક અને અશ્લીલ સામગ્રી છે, જેણે સંસ્થાની અને યોગી અશ્વિનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડયું છે. કોર્ટના નિર્દેશ છતાં વીડિયો ભારતની બહાર યૂટયૂબ પર ઉપલબ્ધ છે. ધ્યાન ફાઉન્ડેશને ગત વર્ષે ઓક્ટોબરમાં તિરસ્કારની અરજી દાખલ કરી ગૂગલ સામે કોર્ટના આદેશનો જાણીજોઇને અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો.
Source link