અમદાવાદથી ઝીદાની ( સાઉદ્દી અરેબિયા ) ફ્લાઇટ ઉડાન ભરે તેની પાંચ મિનિટ પહેલાં જ વોશરૂમના કમોડ પરથી બોમ્બ લખેલી ચીઠ્ઠી મળતા ફ્લાઇટને રોકી દેવાઈ હતી. ફ્લાઇટમાંથી બે બાળકો સહિત 160 પેસેન્જરને ફ્લાઇટમાંથી ઉતારીને બોમ્બ સ્કવોડ સહિતની સુરક્ષા એજન્સી દ્વારા તપાસ કરતા ફ્લાઇટમાંથી કંઇ જ શંકાસ્પદ મળી આવ્યું ન હતું.
આખરે ફ્લાઇટને જવા દેવાઈ હતી. આ અંગે એરપોર્ટ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.સંતોષકુમાર યાદવ SVPI એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સમાં સિક્યુરીટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 10 નવેમ્બરે રાત્રે તેઓ ફરજ પર હતા ત્યારે 10.50 વાગ્યે જાણ કરાઈ હતી કે ઇન્ડિગો એરલાઇન્સની અમદાવાદથી ઝિદાની(સાઉથી અરેબિયા) ઇન્ટરનેશનલ ફ્લાઇટ નં-75 જે અમદાવાદથી 1.55 વાગ્યે ઉડાન ભરવાની છે તે ફ્લાઇટના વોશરૂમના કમોડ પર ક્રૂ મેમ્બર સાક્ષી બિસ્ટે એક લીટીવાળામાં ચીઠ્ઠી લખેલી મળી છે. જેમાં અંગ્રેજી શબ્દમાં BUMB લખેલું છે. આ લખાણ મળ્યા બાદ ફ્લાઇટના કેપ્ટન વિસિષ્ટ જાદવને જાણ કર્યા બાદ એટીસી, સીઆઇએસએફ્ સહિતની સુરક્ષા એજન્સીઓને જાણ કરાઈ હતી. બીજી તરફ્ 158 પેસેન્જર 2 બાળકોનું સલામત રીતે ઇમિગ્રેશન કરાતા ફ્લાઇટમાં બેસી ગયા હતા છેલ્લા ઘણા સમયથી દેશભરના એરપોર્ટ પર ફ્લાઇટમાં બોમ્બ અને એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઇલ અને ફ્લાઇટના બાથરૂમમાંથી બોમ્બ ઇન ફ્લાઇટ જેવા લખાણ લખેલ ધમકીઓ મળી છે. તેને લઇને સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ જાય છે.
Source link