GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, અનામત અંગેનું નોટિફિકેશન જાહેર કરાયું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અનામત અંગેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે અનામત બેઠકો અંગેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે નોટિફિકેશન જાહેર

જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે, ત્યારે ખેડા જિલ્લા પંચાયત અને ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની બેઠકો માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. જો કે બનાસકાંઠા જિલ્લા પંચાયત તથા અન્ય તાલુકા પંચાયતોને બેઠકોના રોટેશન હવે ક્રમશઃ જાહેર થશે. જેમાં ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાની જાહેરાત બાદ બેઠકોમાં મોટા ફેરફાર થયા છે.

બે મહિના પહેલા નડીયાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ CM ભૂપેન્દ્ર પટેલે કરી હતી બેઠક

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં યોજાવાની શકયતા ના પગલે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે થોડા સમય પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ધારાસભ્યો અને સંસદસભ્યો તેમજ જિલ્લાના પદાધાકારીઓ સાથે બેઠક કરી હતી અને ચૂંટણી અંગે ચર્ચા કરી હતી.

OBC અનામત વધારીને 27 ટકા કરવાનો નિર્ણય

ગુજરાતમાં આ ચૂંટણીનો મુખ્ય વિલંબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 10 ટકા અનામતની વ્યવસ્થા હતી, જેને કારણે ઘણા વિવાદો સર્જાતા હતા. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરીના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના કરવામાં આવી અને જેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. તે ભલામણો મુજબ સરકારે OBC અનામત 10 ટકાથી વધારીને 27 ટકા કરવાનો મોટો નિર્ણય લીધો છે.

4,765 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે

ત્યારે રાજ્યમાં પ્રથમ વખત 7 ટકા SC, 14 ટકા ST, 27 ટકા OBC અને 52 ટકા સામાન્ય વર્ગની બેઠકો મુજબ આ ચૂંટણી યોજાશે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં રાજ્યની નગરપાલિકા, 2 જિલ્લા અને 17 તાલુકા, 4,765 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button