અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલ પાસે ગત મોડી રાત્રે ધંધાકીય અદાવતમાં બે જૂથો આમને સામને આવ્યા હતા. જેમાં થયેલી અથડામણમાં એક વ્યક્તિની હત્યા નીપજાવવામાં આવી હતી તો અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી હતી. જે અંગે પોલીસે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ધંધાની અદાવતમાં બે જૂથો વચ્ચે થઈ હતી અથડામણ
વેજલપુર પોલીસે પાંચ આરોપી ધરપકડ કરી છે. ફતેવાડીમાં ગત મોડી રાત્રે બિસ્મિલ્લા મસ્જિદ પાસે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ફેબ્રિકેશનના ધંધાની અદાવતમાં સામસામે આવેલા બે જૂથોની તકરારમાં નવાઝીસ ઉર્ફે રઘુ શેખની હત્યા નીપજાવી હતી તો અન્ય બે આરોપીઓને પણ ઈજા પહોંચી હતી. જે હત્યાના ગુનામાં પોલીસે ઝુલ્ફીકાર ઉર્ફે ભુટ્ટુ શેખ, કાસીમ ખાન શેખ અને ઝફર શેખની ધરપકડ કરી છે તો હુમલાના ગુનામાં સરતાજ શેખ અને ફરાજ શેખની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ગુનામાં પોલીસે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
હુમલામાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી
હત્યા અને હુમલાની ફરિયાદ અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે ઝડપાયેલા આરોપી સરતાજ શેખ અને હત્યાના ગુનાના ફરાર આરોપી નાઝીમ શેખ વચ્ચે ફેબ્રિકેશનના ધંધાને લઈને અદાવત ચાલતી હતી. તે અદાવતનો બદલો લેવા નાઝીમ શેખ સહિત પાંચ આરોપીઓએ સરતાજના ઘરે હુમલો કર્યો હતો. જે હુમલામાં નવાઝીસ શેખનું મૃત્યુ થયું છે. સાથે જ સામે પક્ષે થયેલા હુમલામાં પણ બે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. જેથી પોલીસે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
હત્યા અને હુમલાના ગુનામાં પોલીસે મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પરંતુ સવાલ એ છે કે છાશવારે અને સામાન્ય કારણોસર શહેરમાં થતી હત્યા અને હુમલાની ઘટનાઓ ક્યારે અટકશે તે સૌથી મોટો પ્રશ્ન છે.
Source link