Ahmedabad જિલ્લામાં ડ્રોન ટેક્નોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિની જગ્યા શોધીને નાબૂદી માટે કાર્યક્રમનો
અમદાવાદ જિલ્લામાં રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ડ્રોન ટેકનોલોજી દ્વારા સર્વે તેમજ દવા છંટકાવ કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કરાયો હતો.પાણી લીકેજથી ભરાયેલ પાણી મેલેરિયા, ફઇલેરિયા, ડેન્ગ્યુ પરોપજીવીના વિકાસમાં મદદ કરે છે.
તેમજ ચોમાસા બાદ પાણીથી ભરાયેલ સ્થળો મચ્છરજન્ય રોગોને પ્રોત્સાહન આપે છે. તેના નિયંત્રણ માટે મચ્છરને લારવા અવસ્થામાં નાબૂદ કરીને તેમના પ્રજનન ચક્રને તોડવું ખૂબ જરૂરી છે. તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ સાઈડ રોડની ઓફ્સાઇડિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વગેરે એવા સ્થળો છે જેને ગ્રાઉન્ડ ટીમ દ્વારા શોધવા કે ત્યાં આગળ લારવા સાઈડ સ્પ્રે કરવો સંભવ હોતું નથી. આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા વાહક જન્ય મચ્છર જન્ય રોગોને કંટ્રોલ કરવા માટે એઆઈ /એમએલ આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મચ્છરજન્ય રોગને કંટ્રોલ કરવાની કામગીરીનું કોઈ ઓનલાઇન મોનિટરની સુવિધા નથી. તેથી આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો જેમાં વિસ્તારનો ડ્રોનથી સર્વે કરી સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળની વિગતવાર માહિતી એરીયલ ફેટોગ્રાફ્, લેટીટુડ-લોજીટયુડ સાથે ગુગલ મેપ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. જેના આધારે સફઈ ખુલ્લા પાત્રોનું નિકાલ અથવા લારવી સાઈડનો છંટકાવ કરવાનું નિશ્ચિત કરી ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને ઓટોમેટિક અસાઇન થઇ જશે અને તેઓ દ્વારા કરેલી કામગીરી ઓનલાઈન પ્લેટફેર્મ પર લાઈવ મોનિટર કરી શકાશે.જ્યાં ગ્રાઉન્ડ ટીમ દ્વારા છંટકાવ શક્ય ન હોય ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિની જગ્યા શોધવા અને તેના નાબૂદીના શુભારંભ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા હેલ્થ ઓફ્સિર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Source link