સુરતમાં હીરા વેપારમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે,50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભારે મંદી જોવા મળી તેવો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે,હીરાની કેટલીક નાની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હોવાની વાત પણ સામે આવી છે.પ્રથમવાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11% તો પ્રથમવાર ગુજરાતમાં હીરાની આયાત 20.11% નોંધાઈ છે.આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
હીરા ઉદ્યોગમાં કેટલાકે પગારમાં 50 % કાપ મુક્યો
રત્નકલાકારોના પગારમાં પણ ઘટાડો થયો છે તેવો આક્ષેપ કારીગરો કરી રહ્યાં છે,17 લાખ રત્નકલાકાર સંકટમાં મૂકાયા છે,તો બે લાખે નોકરી ગુમાવી હોવાનો અંદાજ છે,18 મહિનામાં 45એ આપઘાત કર્યાની શક્યતા છે,ડાયમંડ વર્કર યુનિયન પાસે મદદ માટે અનેક કોલ આવી રહ્યા છે,તો કુલ 3000થી વધુ કર્મીઓને મદદ માટે કોલ કર્યા હોવાની પણ વાત છે.
જેમ્સ એન્ડ જ્વેલરીનો 60% બિઝનેસ અમેરિકા પર નિર્ભર
સુરતના હીરા વેપારીઓ માને છે કે,જેમ્સ એન્ડ જ્વેલરીનો 60% બિઝનેસ અમેરિકા પર નિર્ભર છે તો આર્થિક મંદીથી માત્ર 30 થી 32% ટાર્ગેટ શકય બન્યો છે.હીરા ઉદ્યોગ માટે એકમાત્ર અમેરિકાની નવી સરકારની જ આશા,ચાઇના – હોંકોંગ આર્થિક મંદી , રશિયા – યુક્રેન યુદ્ધ અને અમિરિકાની આર્થિક મંદીથી હીરા ઉદ્યોગનો વેપાર હતો ઠપ તો આ ત્રણેય મોટા પરિબળોમાં અમેરિકામાં ફેરફાર આવતા ફરી વેપારની મળી આશા,જેમ્સ જ્વેલરીના એક્સપોર્ટનો ટાર્ગેટ 42 બિલિયન ડોલર હતો જે આર્થિક મંદીના કારણે 33 બિલિયન ડોલર સુધી જ પહોંચી શક્યા હતા.કેન્દ્ર સરકાર દ્વારા 2027 સુધીમાં એક્સપોર્ટ માટે 75 બિલિયન ડોલરનો ટાર્ગેટ આપ્યો છે.
વેપારીઓ આશા રાખીને બેઠા
આર્થિક મંદીના કારણે વર્ષનો માત્ર 30 થી 32% જેટલું ટાર્ગેટ પૂરો કરી શક્યા હતા તો ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી ના ખૂબ જ સારા સંબંધ છે જેને લઇ હીરા વેપારની ખૂબ જ સારો વેપાર મળશે તો ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ સ્થાનિક લોકો માનતા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં આવશે તો જ ઉદ્યોગકારોને ફાયદો થશે તો હીરા ઉદ્યોગને આર્થિક મંદીમાંથી ઉગરવા હવે એકમાત્ર અમેરિકાની નવી સરકારની જ આશા.
હીરાની આયાત 53.74 ટકા ડાઉન
સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.પ્રમોશન કાઉન્સિલના આકડા જ ચોંકાવનારા છે.ઓગસ્ટ ૨૦૨૩માં ૧૨.૦૨ મિલિયન કેરેટ કાચા હીરાની આયાત તો ઓગસ્ટ ૨૦૨૪માં કાચા હીરાની આયાત ઘટી છે.ઓગસ્ટ ૨૦૨૪માં ફક્ત ૫.૫૬ મિલિયન કેરેટ થઇ ગઇ છે.વિશ્વના દર ૧૦માંથી ૯ કાચા હીરા સુરત આવે છે.સુરતથી અમેરીકા,સ્વીટ્ઝલેન્ડ, યુકે,ચીન, દુબઈ વગેરે જેવા દેશોમાં ફિનિશ્ડ ડાયમંડ એક્ષ્પોર્ટ થાય છે.
ચીનાઓએ સોનુ ખરીદવાનું શરૂ કર્યુ
હોંગકોંગમાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળશે.ચાઈનામાં ગુજરાતીઓને ચીની નડ્યા છે .ચીનીઓએ હીરાને બદલે સોનું ખરીદવાનું શરૂ કરતાં 60 વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી છે. હીરામાં મંદીના પગલે ડાયમંડ વેપારીઓ અન્ય વ્યવસાયમાં જઇ રહ્યાં છે, અમુક વેપારી સુરત-મુંબઇ શિફ્ટ થઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં વધારો થતાં વિદેશમાં હીરા વેપાર પર અસર થઇ છે.
સર્ટિફિકેટ ફરજિયાત થયુ
યુરોપિયન યુનિયન (EU)એ રશિયન હીરા પરના પ્રતિબંધ માટેના સનરાઇઝ પિરિયડના અમલને છ મહિના લંબાવ્યો છે. જે અનુસાર હવે 1 સપ્ટેમ્બરની તારીખ લંબાવી રફ-પોલિશ્ડ હીરાની આયાત માટે 1 માર્ચ, 2025 બાદ અમલમાં આવશે. વૈશ્વિક મંદી વચ્ચે હીરા ઉદ્યોગને રાહત મળી છે.યુનિયને હીરાની આયાત માટે ટ્રેસિબિલિટી પ્રોગ્રામ 1 માર્ચ 2025ના રોજથી ફરજિયાત બનાવશે. ત્યારબાદ આયાતકારોએ 0.50 કેરેટથી વધુના હીરાની આયાતને ચકાસવા માટે ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત બનશે.
નવા નિયમો પણ અમલમાં આવ્યા
ઉપરાંત યુનિયને નિયમો અમલમાં આવે તે પહેલાં EU કે રશિયા સિવાયના દેશોના હીરાને મુક્તિ આપવા ‘ગ્રાન્ડ ફાધરિંગ’ કલમ પણ ઉમેરી છે. નવા પ્રતિબંધો મુખ્યત્વે લિક્વિફાઈડ નેચરલ ગેસને લક્ષ્ય બનાવે છે. જેમાં હાલના પ્રતિબંધોની છટકબારીઓ દૂર કરી 116 સંસ્થા અને વ્યક્તિઓને પ્રતિબંધિત કરવાનું લક્ષ્ય છે. જ્યારે નવા નિયમોમાં એક્ઝિબિશન કે સમારકામ માટે રશિયામાંથી જ્વેલરીની અસ્થાયી આયાત-નિકાસને પણ મંજૂરી આપે છે.
Source link