GUJARAT

Surat: મેટ્રોની વધુ એક બેદરકારી સામે આવી, નાની ક્રેન લપસી કાદવમાં પડી

સુરતમાં મેટ્રોની વધુ એક બેદરકારી સામે આવી છે. મેટ્રોની કામગીરી દરમિયાન નાની ક્રેન લપસી, સદનસીબે દુકાનો પર પડવાને બદલે કાદવમાં ફસાઈ ગઈ. નાની ક્રેન કાદવને લીધે જમીનમાં ખૂપી ગઈ. સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. મેટ્રોના નામે મોટી ઘટના બનતા અટકી ગઈ. રાજમાર્ગ પર કોમર્સ હાઉસ નજીક, મહિધરપુરા પોસ્ટ ઓફિસ પાસેનો બનાવ છે. 250 ટન વજનની મોટી ક્રેન તાત્કાલિક આગળ વધતા અટકાવાય છે.

સુરતમાં મેટ્રો રેલની હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી થઈ હતી

સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોનું હાઇડ્રોલિક લોન્ચર મશીન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. મેટ્રો રેલની કામગીરી દરમિયાન એકાએક એક ક્રેન વચ્ચેથી વળી ગયું હતું, જેના કારણે બીજું ક્રેન પર બધું વજન આવી જતાં એ ક્રેઇન ત્રાંસું થઈને પડી ગયું હતું અને હાઇડ્રોલિક મશીન ધરાશાયી થયું. આ ઘટનાને પગલે આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ ઊભો થયો હતો, જોકે ફાયરના અધિકારીઓ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી હતી. મિકેનિકલ ફેલ્યોરને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

એક ક્રેન વચ્ચેથી વળી ગયું ને બીજું ત્રાંસું થઈને મકાન પર પડ્યું

પિલર પર સ્પાન બનાવવા માટે આ હાઇડ્રોલિક મશીન કામ કરે છે. આ મશીનને ઉપર ચડાવવા માટે બે મોટાં અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાનન એક ક્રેન વચ્ચેથી વળી ગયું હતું, જેના કારણે બીજા ક્રેન પર બધું વજન આવી જતાં બીજું ક્રેન ત્રાંસું થઈને પડી ગયું હતું. આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું. હાઇડ્રોલિક મશીન મકાન પર પડતાં મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

મકાનમાં તાળું હતું, કોઈ રહેતું નથી

અન્ય પ્રત્યક્ષદર્શી સંદીપ પટેલે કહ્યું હતું કે આ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે એમાં આ પિલર ચડાવી રહ્યા હતા, એ સમયે ક્રેનનું બેલેન્સ ખોરવાઈ ગયું હતું. બેલેન્સ ખોરવાતાં ક્રેન બેન્ડ વળી ગયું. ક્રેન બેન્ડ વળી જતાં પિલર નીચે પડી ગયો. પિલર નમવા લાગ્યો ને એની સાથે ક્રેન ત્રાસું વળીને મકાન પર પડ્યું. મકાનની પાછળ અમે જોવા ગયા, પણ એ મકાનમાં કોઈ રહેતું નથી. એ મકાનમાં તાળું મારેલું છે. નીચે પણ કોઈ રહેતું નથી, પણ જે નીચે ગાડીઓ પડી હતી એમાં નુકસાન થયું છે. બાકી કોઈ જાનહાનિ થઈ નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button