ENTERTAINMENT

રાજસ્થાનમાં IIFA Awards 2025નું ભવ્ય આયોજન, જાણો કોને કોને મળ્યા એવોર્ડ ?

પિન્ક સિટી જયપુરમાં IIFA એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ એવોર્ડમાં ભાગ લેવા માટે ફિલ્મ જગતની ટોચની હસ્તીઓ ભાગ લીધો છે

રાજસ્થાનની રાજધાની જયપુરમાં 8 માર્ચથી શરૂ થયેલા IIFA એવોર્ડ્સ 2025ની સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનને લઈને ફિલ્મ જગતની ટોચની હસ્તીઓ હાલ રાજસ્થાન પહોંચી ગઈ છે. અહીં ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે.

આ વખતે આઈફા એવોર્ડ્સનું સમગ્ર સ્ટેજ રાજસ્થાની કલા અને સંસ્કૃતિની થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે અને આ મંચ પરથી ફિલ્મ જગતમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિભાશાળીઓને સન્માનિત કરવામાં આવી રહ્યાં છે.

IIFA એવોર્ડ્સ 2025ની હાઈલાઈટ્સ

આઈફા એવોર્ડ્સનું સ્ટેજ રાજસ્થાની કલા પર આધારિત છે.

જયપુરમાં 180X100 ફૂટનો ભવ્ય સ્ટેજ તૈયાર કરાયો

હાઇડ્રોલિક ટેક્નોલોજી સાથે સ્ટેજ પર સ્પેશિયલ ઇફેક્ટ્સ

જયપુરમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સના 25મા સંસ્કરણમાં PTI સાથેની વાતચીતમાં, બોબી દેઓલે પોતાની કારકિર્દી, OTT પ્લેટફોર્મના ઉદય અને આગામી પ્રોજેક્ટ્સ વિશે પોતાના વિચારો શેર કર્યા. પોતાના ચાહકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા દેઓલે કહ્યું, “હું શું કહું? તે ખૂબ જ ભારે છે. ઘણા બધા કલાકારો છે જે સખત મહેનત કરે છે, પરંતુ ભગવાન હંમેશા મારા પર દયાળુ રહ્યા છે. મારા ચાહકો 30 વર્ષથી મારી સાથે ઉભા છે, અને મને મારા પિતાના કારણે પ્રેમ મળે છે.”

જયપુરમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સના 25મા સંસ્કરણમાં ભાગ લેવા આવેલા અભિનેતા પ્રતિક ગાંધીએ PTI સાથેની વાતચીતમાં, પોતાની ફિલ્મની સફળતા, કોમેડી પ્રત્યેના તેમના પ્રેમ અને આગામી પ્રોજેક્ટ્સ માટે તેમના ઉત્સાહ વિશે પોતાના વિચારો શેર કર્યા. તેમની પત્ની સાથે, ગાંધીએ PTI સાથે વાત કરતા ખુબજ ઉત્સાહ વ્યક્ત કર્યો.

જયપુરમાં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી આઈફા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી ખાસ આઈફા સ્ટેજ છે, જેની ભવ્ય ડિઝાઈન તૈયાર કરવામાં સૌથી વધુ સમય લાગ્યો હતો.

આ વખતે IIFA એવોર્ડ્સમાં રાજસ્થાની કલા અને સંસ્કૃતિની થીમ પર ભવ્ય 180X100 ફૂટનું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાની કલામાં સ્ટેજની પાછળના ભાગમાં કિલ્લો અને બારીઓ આઈફા ‘સિલ્વર ઈઝ ધ ન્યૂ ગોલ્ડ’ ની થીમ પર તૈયાર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button