હવે ગાર્ડનમાં હરવા ફરવા માટે વિઝીટ ફી ચૂકવવી પડશે. જેમાં અમદાવાદના મોન્ટે કાર્લો, ગોટીલા ગાર્ડનમાં હવે ચાર્જ લાગશે. ગાર્ડનની વિઝીટ ફીના નિર્ણય પર મુલાકાતીઓમાં રોષ ફેલાયો છે. તેમજ મુલાકાતીઓએ AMCના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેમજ મુલાકાતીઓએ જણાવ્યુ છે કે એક ગાર્ડનથી ફી લેવાની શરૂઆત થઇ છે. પબ્લિક ગાર્ડનમાં ફી લેવી યોગ્ય નથી.
ગાર્ડનની સાચવણી કરવી તે તંત્રની જવાબદારી
ગાર્ડનની સાચવણી કરવી તે તંત્રની જવાબદારી છે. ગાર્ડનમાં ફીનો નિર્ણય મુલાકાતીઓએ આવક ગણાવી છે. મુલાકાતીઓએ 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. તેમાં સવારે 6 થી 10 સુધી કોઇ ચાર્જ નથી. સવારે 10 થી રાત સુધી વ્યક્તિ દીઠ 10 રૂપિયા ચાર્જ લાગશે. વાર્ષિક પાસ પર 1 માસનું કન્સેશન AMC આપશે. જેમાં હવે ગાર્ડનમાં હરવા ફરવા માટે વિઝીટ ફી ચૂકવવી પડશે. શહેરના સિંધુભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડનને લઈ નિર્ણય લેવાયો છે.
ગાર્ડનની વિઝીટ ફી લેવાનો નિર્ણય પર મુલાકાતીઓમાં રોષ છે. એક ગાર્ડનથી ફી લેવાની શરૂઆત જે તમામ ગાર્ડનમાં તંત્ર ફી લેશે તે યોગ્ય નહીં. સીનીયર સીટીઝન નાના ભૂલકાઓ હરવા ફરવા આવે ત્યાં ફી લેવી યોગ્ય નહીં. તેમજ ગાર્ડનમાં ગરીબ બાળકો પરિવાર સાથે આવવું હશે તો પણ મુશ્કેલ બનશે તેમ મુલાકાતીઓ જણાવી રહ્યાં છે.
સવારે 6 થી 10 મોર્નિંગ વોકર્સ માટે ફ્રી રાખવાનો નિર્ણય
ગાર્ડન ફી લઈને તંત્ર વધુ એક આવક ઉભી કરવા માંગે છે. ગાર્ડનની સાચવણી કરવી તે તંત્રની જવાબદારી છે. ગાર્ડન સાચવણીના નામે ફી નો નિર્ણય આવક માટેનો મુલાકાતીઓ ગણાવી રહ્યાં છે. સિંધુભવનના ગોટીલા ગાર્ડનમાં પ્રવેશ ફીના રૂ.10 નક્કી કરાયા છે. તેમાં UPI, QR કોડથી એન્ટ્રી ફી લેવાનો AMCનો નિર્ણય છે. સવારે 10 વાગ્યા બાદ પ્રવેશ ફી મુલાકાતીઓએ ચૂકવવી પડશે. જ્યારે સવારે 6 થી 10 મોર્નિંગ વોકર્સ માટે ફ્રી રાખવાનો નિર્ણય લેવાયો છે.
Source link