બોપલમાં 44 વર્ષીય પારૂલબેન રાણા પરિવારજનો સાથે રહે છે અને તેઓ અશ્વલભાઇ સાથે ભાગીદારીમાં સલૂન ચલાવે છે. વર્ષ 2023માં તેમના સલૂન પર નિતિલ પાટીલ અને વિજય સાલવે નામના બે વ્યકિત આવ્યા હતા અને તેમણે કહ્યુ કે, તેઓ કેનેડાના વર્ક પરમિટ અને પીઆર અપાવવાનું મોટું કામકાજ કરે છે તેમજ તેઓ કેનેડીયન પાસપોર્ટ પણ ધરાવે છે.
જેથી પારૂલબેન અને તેમના ભાગીદાર બન્ને એસજી હાઇવે પર પેસેફિક રીલોકેશન સર્વિસની ઓફિસ પર મળવા માટે ગયા હતા. જ્યાં નિતિને 32 લાખ, 45 લાખ અને 53 લાખ રૂપિયામાં કેનેડાના પીઆર અપાવવાના પેકેજ બતાવીને પેમેન્ટ સિસ્ટમ પણ સમજાવી હતી. જેમાં પારૂલબેને 32 લાખનું પેકેજ નક્કી કરીને 20 લાખની બેંક ગેંરટી આપી હતી. જેમાં નિતિને પારૂલબેનને જાણ કર્યા વિના ચાર લાખ ઉપાડી લીધા હતા. જ્યારે પ્રોસેસ પેટે ચાર લાખ રૂપિયા પણ નિતિને લીધા હતા. વિઝા પ્રોસેસનો સમય લંબાતા પારૂલબેને બેંક ગેંરટી રદ કરી દિધી હતી અને નિતિન પાસે 8 લાખ રૂપિયા અને ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જો કે, નિતિન અને તેના ભાગીદાર ચેતન શર્માએ ધમકીઓ આપી હતી.
Source link