- નાની દમણ જેટીના દરિયામાં બની ઘટના
- 3થી 4 મિત્રો દરિયામાં ન્હાવા પડ્યા હતા
- ફાયર, પોલીસની ટીમોએ શોધખોળ આદરી
દમણમાં દરિયામાં ન્હાવા પડેલો યુવક ડુબી ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. નાની દમણ જેટી દરિયામાં ન્હાવા પડેલો એક યુવક ડૂબી ગયો હોવાની ઘટના બની છે. 3થી 4 જેટલા મિત્રો દરિયામાં ન્હાવા પડ્તા હતા, જે પૈકી એક યુવક દરિયામાં ડુબી ગયો છે.
દમણ ફાયર અને પોલીસ વિભાગ ની ટીમે શોધખોળ હાથ ધરી
ત્યારે યુવક ડુબી જવાની જાણ થતાં જ તાત્કાલિક દમણ ફાયર વિભાગ અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા બંને વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી અને યુવકની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દમણ ખાતે રવિવારે રોજ સહેલાણીઓની ભારે ભીડ જામતી હોય છે અને તે દરમિયાન દરિયામાં ન્હાવા પડેલા યુવાનોમાંથી એક યુવાન ડૂબી જતાં આસપાસમાં ભારે ભાગદોડ મચી હતી.
તાપીમાં યુવકનો પગ લપસતા તળાવમાં ડૂબ્યો
ત્યારે બીજી તરફ તાપીમાં પણ એક યુવક તળાવમાં ડૂબ્યો હોવાની જાણકારી મળી છે. તાપીમાં એક યુવક તળાવ કિનારે બેઠો હતો અને પગ લપસતા તે તળાવમાં ડૂબ્યો છે. સોનગઢમાં હાથી ફળિયામાં રહેતો 22 વર્ષીય સૌરવ જીતુભાઈ કોંકણી નામનો યુવક તળાવમાં ડૂબ્યો છે અને તળાવમાં ડૂબવાના કારણે યુવકનું મોત થયું છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના જવાનોએ એક કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો.
થોડા મહિનાઓ પહેલા બનાસકાંઠાની શાળાનો વિદ્યાર્થી દિવના દરિયામાં ડૂબ્યો હતો
થોડા મહિનાઓ અગાઉ પણ દરિયામાં વિદ્યાર્થી ડૂબ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. બનાસકાંઠાની શાળાનો વિદ્યાર્થી દિવના દરિયામાં ડૂબતા મોત થયુ હતો. જેમાં લાખણીના જસરાની શાળાના વિદ્યાર્થીનું ડૂબતા મોત થયુ હતું. તેમજ અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ દિવ પ્રવાસે ગયા હતા. તેમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયુ હતું. વિદ્યાર્થીનો દરિયામાં મોત પહેલાનો વીડિયો પણ સામે આવ્યો હતો તથા લાખણીના જસરાની શાળાનો વિદ્યાર્થી દિવના નાગવા બીચ દરિયામાં ડૂબતા મોત થયુ હતું. અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ જસરાથી દિવ પ્રવાસે ગયા હતા. જેમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતો ગર્વ ત્રિવેદી નામનો વિદ્યાર્થી દિવના દરિયામાં ડૂબ્યો હતો અને અચાનક દરિયામાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત થયું હતું.
Source link