સમગ્ર રાજયમાં આધાર કાર્ડની નવી નોંધણી અને સુધારણાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા દોઢ માસથી આ કામગીરી સંદતર બંધ કરી દેવાઈ છે.
જેને લઈને 10 તાલુકા અને 539 ગ્રામ પંચાયતના લોકોની મુશ્કેલીની કોઈ પાર રહયો નથી. આખા જિલ્લામાં આધાર કાર્ડ નીકળવાના ના કારણે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. આધાર કાર્ડ કેન્દ્ર પરથી એક જ સરખો જવાબ સોફટવેરને લગતો મળી રહ્યો છે. ખુદ સુરેન્દ્રનગર જિલ્લા લેવલની કલેકટર કચેરીથી ગાંધીનગરની અધિક કલેકટરની કચેરી, યુઆઈડીને રજૂઆત કરવા છતાંય હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
યુઆઈડી કચેરીને કરેલી રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવ્યુ છે કે મે- માસમાં આધાર નોંધણી સુધારણા કીટમાં સોફ્ટવેર વર્ઝન 184-3 અપગ્રેડ કરાયુ છે. ત્યારબાદ આધાર સુધારણા કીટમાં નવા આધાર કાર્ડની નોંધણી તથા સુધારણા કરવામાં આવે છે તો મોટીસંખ્યામાં આ સુધારણા અને નોંધણી રીજેક્ટ થઈ રહ્યાં છે અને એક જ પ્રકારની એરર ડીફેક્ટ ડોકયુમેન્ટના નામે બતાવે છે. યુઆઈડીની ગાઈડલાઈન મુજબ યોગ્ય પુરાવા લઈને આધાર કાર્ડની નોંધણી અને સુધારણામાં આવા પ્રકારની એરર આવતી હોય તો પેનલ્ટી આવવાની શકયતાઓ બહુ મોટી છે. જેથી અહીંના જિલ્લા તથા તાલુકામાં આ નોંધણીની પ્રક્રિયા બંધ કરેલી છે. આપને રજૂઆત સાથે માર્ગદર્શન માંગવા છતાંય કોઈ પગલાં લેવાયા નથી. આધાર કાર્ડની જરુરિયાત ગ્રામજનોને ખુબ જ મોટાપાયે જરુર હોવા છતાંય ગાંધીનગરથી કોઈ કાર્યવાહી કરાઈ નથી. જેને પરિણામે 125 તાલુકા અને જિલ્લાના લોકો રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભાડુ ખર્ચીને આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા જઈ રહયા છે. જયાં એજન્ટો એક આધાર કાર્ડ દીઠ 500 રુપિયા માંગી રહયા છે. અનેક તાલુકાના ખેડૂતો, અભણ અને શ્રમજીવી લોકોની હાલત અંત્યત ખરાબ છે. જેઓ પોતાના ખેતીના કામકાજ અને અન્ય યુવકો રોજગાર-ધંધા છોડીને આધાર કાર્ડ માટે રઝળી રહ્યાં છે.
Source link