બોલીવુડમાં મિસ્ટર પરફેક્ટ તરીકે ઓળખાતા આમિર ખાન ફરી પ્રેમ રંગમાં રંગાયા છે. બે વાર છુટાછેડા લીધા બાદ હવે 60 વર્ષે ફરી આમિરના જીવનમાં મિસ્ટ્રી વુમનની એન્ટ્રી થઇ છે. હાલ તો આમિર ખાન પોતાના પુત્ર જુનૈદની આગામી ફિલ્મ લવયાપાને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. ત્યારે તેની આ મિસ્ટ્રી વુમનના કારણે તે પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કોણ છે આ હસીના? અને ક્યાં રહે છે તે જાણીને તમે પણ ચોંકી જશો.
પ્રેમ રંગમાં આમિર ખાન !
પ્રેમ, પરિવાર અને કરિયર આમિર ખાન હમણાં આ ત્રણ વસ્તુઓ પર ધ્યાન કેંદ્રીત કરી રહ્યા છે. અને આ ત્રણ વસ્તુઓના કારણે ચર્ચાનો વિષય પણ બન્યા છે. તેમના પુત્ર જુનૈદની આગામી ફિલ્મ લવયાપા સિનેમાઘરોમાં આવી રહી છે. ત્યારે તેના પ્રમોશનનું કામ તેઓ જોઇ રહ્યા છે. તો સાથે જ તેમના પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં પણ તેઓ વ્યસ્ત છે. પરંતુ આ બધાની વચ્ચે જે ચર્ચાએ જોર પકડ્યુ છે તે છે આમિર ખાનનો પ્રેમ પ્રસંગ. મિસ્ટર પરફેક્ટના જીવનમાં મિસ્ટ્રી વુમનની એન્ટ્રી થઇ છે. હવે આ મિસ્ટ્રી વુમન ક્યાંની છે. ક્યાં રહે છે. શું કરે છે. બોલીવુડ જગતમાંથી કોઇ છે. તે અંગે દર્શકો જાણવા આતુર છે. 60 વર્ષે આમિર ખાનને ત્રીજીવાર પ્રેમ થયો છે. આ મિસ્ટ્રી વુમનને આમિર તેના પરિવાર સાથે પણ મુલાકાત કરાવી ચુક્યો છે. તેમના પરિવાર સાથે પ્રથમ મુલાકાત ખાસ રહી હોવાનુ જાણવા મળ્યુ છે. આ મુલાકાત બાદ બંને પોતાના સંબંધને લઇને ગંભીર હોય તેમ લાગી રહ્યુ છે.
મિસ્ટ્રી વુમનનું નામ શું છે ?
તાજેતરમાં, એક નવા અહેવાલમાં ખુલાસો થયો છે કે આમિર ખાનની રહસ્યમય મહિલાનું નામ ગૌરી છે. અને તેનો બોલિવૂડ સાથે કોઈ સંબંધ નથી. જોકે, આ સમાચાર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. તે મુંબઈમાં રહેતી નથી. તે બેંગ્લોરની રહેવાસી છે. જોકે, તેઓ પોતાના સંબંધોને ખાનગી રાખવા માંગે છે. આ જ કારણ છે કે તેમણે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, આ સંબંધમાં આમિર ખાન માટે બધું બરાબર રહ્યું, તો ચાહકોને ટૂંક સમયમાં એક મોટું સરપ્રાઇઝ મળી શકે છે. જોકે આમિર ખાનના પહેલા લગ્ન 1986માં રીના દત્તા સાથે થયા હતા. 16 વર્ષ સુધી લગ્ન ટક્યા પછી તેણે 2002માં છૂટાછેડા લીધા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે. પુત્રી ઇરા અને પુત્ર જુનૈદ. હકીકતમાં, તેમના પહેલા લગ્ન કોર્ટમાં થયા હતા. જેના વિશે પરિવારના સભ્યો જાણતા ન હતા.
આમિર ખાનના બીજા લગ્ન?
વર્ષ 2005માં, તેમણે કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા. જોકે, 2021માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. તેમના બીજા લગ્નથી તેમને એક પુત્ર છે, જેનું નામ આઝાદ છે. ખાસ વાત એ છે કે આમિર તેની બીજી પત્ની કિરણ સાથે પણ સારી મિત્રતા ધરાવે છે. બંને હજુ પણ જોડાયેલા છે. આ બધાની વચ્ચે હવે આમિર ખાનને ત્રીજી વખત પ્રેમ થયો છે.
Source link