GUJARAT

Diwali 2024ના પર્વને લઈ અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવા વર્ષોના દિવસો દરમિયાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે.

તારીખ 02-11-2024 શનિવાર

કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6:00 થી 6:30 રહેશે, દર્શનનો સમય સવારે 6:30 થી 11:30 નો રહેશે, રાજભોગ બપોરે – 12:00 કલાકે,બપોરે દર્શન 12:30 થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30 થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યા થી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

તારીખ 03-11-2024

કારતક સુદ બીજ થી તારીખ 06/11/2024 કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 06:30 થી 07:00 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 07:00 થી 11:30 નો રહેશે, રાજભોગ બપોરે – 12:00 કલાકે,બપોરે દર્શન 12:30 થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30 થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યા થી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

તારીખ 07-11-2024

આરતી તથા દર્શનનો સમય નીચે મજબ યથાવત રહેશે જેમાં આરતીનો સમય સવારે 07:30 થી 8 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 08:00 થી 11:30 નો રહેશે, રાજભોગ બપોરે – 12:00 કલાકે,બપોરે દર્શન 12:30 થી 04:15 રહેશે, સાંજે આરતીનો સમય 06:30 થી 07:00 તથા સાંજે દર્શન 07:00 વાગ્યા થી રાતે 09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button