તાજેતરમાં કચ્છના ગાંધીધામ વિસ્તારમાં આવેલા રાધિકા જ્વેલર્સ તથા તેમના રહેણાંક મકાનમાં 2 ડિસેમ્બરના રોજ નકલી EDના અધિકારીઓ બની ચોરી કરનાર ટોળકી પોલીસના જાળમાં આવી હતી. આ ટોળકીએ EDની રેડના નાટક હેઠળ સોના-ચાંદી અને રોકડ રકમ સહિત 25 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.
આ નકલી ઈડીની ટીમને લઈને તાજેતરમાં મોટો ખુલાસો થયો છે. કચ્છમાં પકડાયેલી આ નકલી ઈડીની ટીમને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ટ્વિટ કરીને મોટો ખુલાસો કર્યો છે. તેમણે ટવીટ કરતા કહ્યુ છે કે આ નકલી ઈડીની ટીમમાં આપના પૂર્વ મહામંત્રી અબ્દુલ સત્તાર નામનો શખ્સ પણ જોડાયેલો હતો, જે આમ આદમી પાર્ટીનો નેતા છે. તેની તસવીર પણ AAPના વડા અરવિંદ કેજરીવાલ સાથે હોવાનો પુરાવો તેમણે આપ્યો છે.અરવિંદ કેજરીવાલની પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં AAPના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને નકલી ED ટીમનો કેપ્ટન બની લોકોને લૂંટયા. ગુજરાતમાં (નકલી જજ, કોર્ટ, પોલીસ, પીએમઓ, સીએમઓ અધિકારી સહિતની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી ઈડી) અધિકારીઓની ટીમ ઝડપાઈ હતી. આ મામલે હવે ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. નકલી EDની ટીમ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ AAP નેતા અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા ખળભળાટ મચ્યો છે.
જાણો શું હતી સમગ્ર ઘટના?
કચ્છમાંથી નકલી ઈડી અધિકારીઓની ટીમ ઝડપાઈ હતી. આ નકલી ઈડીની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતી હતી.આ કેસમાં ભુજના લખુરાઈ ચાર રસ્તા વિસ્તારમાં રહેતો પૂર્વ આપ મહામંત્રી અબ્દુલસતાર ઈશાક માંજોઠીનો મુખ્ય સૂત્રધાર હતો. પૂર્વ કચ્છ એલસીબી અને એ ડિવિઝન પોલીસ દ્વારા એક મહિલા સહિત નકલી ઈડીની ગેંગના 12થી વધુ શખસોને ઝડપી પાડીને 45 લાખથી વધુની રકમ કબજે કરી હતી. કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ઈડીના નકલી અધિકારીઓ વેપારીઓ ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા હતા રાધિકા જવેલર્સના વેપારીને ત્યાંથી 25 લાખથી વધુની રકમ પડાવી હતી.
Source link