- સરકારી નોકરીની શોધમાં રહેતા યુવાનો માટે Good News
- સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા SSC JHT 2024 નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું
- હિન્દી અનુવાદકની ભરતી માટે ટૂંક સમયમાં અરજી કરો
નોકરી શોધી રહેલા યુવાનો પાસે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા SSC JHT 2024 નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન પ્રમાણે દેશના વિવિધ મંત્રાલયો/વિભાગોમાં અનુવાદકની જગ્યાઓ ભરવામાં આવશે.સંસ્થાએ આ પદની કુલ 312 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી કરવા ઇચ્થા ઉમેદવારો આ ભરતી માટે 25 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે.
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી પોસ્ટની વિગત
સ્ટાફ સિલેક્શન કમિશને જુનિયર હિન્દી અનુવાદક, જુનિયર અનુવાદ અધિકારી, જુનિયર અનુવાદક, વરિષ્ઠ હિન્દી અનુવાદક અને વરિષ્ઠ અનુવાદકની ગ્રુપ બી નોન-ગેઝેટેડ પોસ્ટનો કૂલ 312 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે 25 ઓગસ્ટ 2024 તારીખ સુધી ચાલશે. ઉમેદવારોને 04 થી 05 સપ્ટેમ્બરની વચ્ચે અરજી ફોર્મમાં સુધારો કરવાની તક મળશે.
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે લાયકાત
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે.આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત વિષયોમાં માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે વય મર્યાદા
વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. અરજી કરનાર ઉમેદવાર ભારત, નેપાળ અને ભૂતાનનો નાગરિક હોવો આવશ્યક છે.
ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?
આ પદો માટે ઉમેદવારોની પસંદગી ચાર તબક્કામાં કરવામાં આવશે. ઉમેદવારોએ લેખિત પરીક્ષા (ટાયર I), લેખિત પરીક્ષા (ટાયર II), દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસના રાઉન્ડમાંથી પસાર થવું પડશે.
કેવી રીતે અરજી કરવી
- સૌ પ્રથમ SSC ssc.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- હોમપેજ પર ‘લાગુ કરો’ ટેબ પર ક્લિક કરો.
- અહીં ‘કમ્બાઈન્ડ હિન્દી ટ્રાન્સલેટર્સ એક્ઝામિનેશન, 2024’ લિંક પર ક્લિક કરો.
- જરૂરી ઓળખપત્રો દાખલ કરીને લોગ ઇન કરો (જો તમે પ્રથમ વપરાશકર્તા છો, તો પહેલા નોંધણી કરો.)
- જરૂરી વિગતો સાથે અરજી ફોર્મ ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
- ફી જમા કરો અને સબમિટ પર ક્લિક કરો.
- પુષ્ટિ પૃષ્ઠ ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે પ્રિન્ટઆઉટ લો.
કોણ અરજી કરી શકે છે?
ભારતીય નાગરિક પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત ભાષામાં માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારોની વય મર્યાદા 01 ઓગસ્ટ 2024ના રોજ લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. તમે સૂચનામાં ભરતી સંબંધિત વધુ માહિતી ચકાસી શકો છો.
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે પગાર
પોસ્ટ પગાર
જુનિયર ટ્રાન્સલેટર ઓફિસર (CSOLS) લેવલ-6 (₹35,400-₹1,12,400)
જુનિયર ટ્રાન્સલેટર ઓફિસર (AFHQ) લેવલ – 6 (₹35,400-₹1,12,400)
જુનિયર હિન્દી ટ્રાન્સલેટર લેવલ -6 (₹35,400-₹1,12,400)
સિનિયર હિન્દી ટ્રાન્સલેટર (SHT) લેવલ-7 (₹44,900-₹1,42,400)
Source link