ધ્રાંગધ્રામાં રહેતી પરિણીતાને હળવદના યુવાને ફોનમાં વાત નહી કર તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ કેસનો આરોપી 6 માસ બાદ વડોદરાથી પેરોલ ફર્લો સ્કવોડના હાથે પકડાયો છે.
ધ્રાંગધ્રામાં રહેતી અને 3 બાળકોની માતા એવી પરિણીતાને હળવદના બસ સ્ટેશન પાસે રહેતા રવી પરસોત્તમભાઈ સોલંકી સાથે સંપર્ક થયો હતો. અને બન્ને એક બીજા સાથે મોબાઈલમાં વાત કરતા હતા. બાદમાં પરિણીતાએ વાત કરવાનું બંધ કરી દેતા રવી અવારનવાર પરેશાન કરતો હતો. અને જો તું મારી સાથે વાત નહી કરે તો તારા પતી અને તને મારી નાંખીશ તેવી ધમકી આપતો હતો. આથી જે તે સમયે સમાધાન પણ થયુ હતુ. ત્યારે તા. 5 જુન 2024ના રોજ બપોરે ફરી રવી પરિણીતાના ઘરે પહોંચ્યો હતો. અને તું મારી સાથે વાત કેમ નથી કરતી, જો વાત નહી કરતો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બનાવની પરિણીતાએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસનો ફરાર આરોપી વડોદરામાં હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. આથી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પીએસઆઈ આર.એચ.ઝાલા, વિજયસીંહ, ધવલભાઈ, શકિતસીંહ સહિતની ટીમે વડોદરા વોચ રાખી પાણીગેટ વિસ્તારમાંથી ફરાર આરોપી રવિ પરસોત્તમભાઈ સોલંકીને ઝડપી લીધો હતો. આ શખ્સને ધ્રાંગધ્રા સીટી પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
Source link