ભાવનગર એલસીબી ટીમે ગત તા. 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે તળાજા તાલુકાના ખારડી ગામની સીમમાં બગડ નદીના પુલ પાસે અવાવરૂ જગ્યામાં વેચાતા દારૂ પર રેડ કરી હતી. જેમાં ખારડીનો લોમા કાળુભાઈ ભમ્મર વિદેશી દારૂની 105 બોટલ કિંમત રૂપીયા 31,500 સાથે ઝડપાયો હતો.
આ શખ્સની સામે દાઠા પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધાયો હતો. આરોપીની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ ચુડામાં રહેતા મનદીપસીંહ ઉર્ફે મુખી દિગ્વીજયસીંહ ઝાલાએ આપેલ હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ અંગેની વિગતો ચુડા પોલીસને મળી હતી. જેમાં તપાસ કરતા આ શખ્સ ગોખરવાળા ગામના પાટીયા પાસે હોવાની બાતમી મળી હતી. આથી ચુડા પીઆઈ બી.એચ.શીંગરખીયા, પીએસઆઈ એચ.એચ.જાડેજા, આર.જે.મીઠાપરા, એસ.પી.રાણા સહિતની ટીમે વોચ રાખી ચુડાના દરબારગઢમાં રહેતા મનદીપસીંહ ઝાલાને ઝડપી લીધો હતો. આ શખ્સની ધરપકડ કરી તેની જાણ દાઠા પોલીસને કરાઈ છે.
absconding accused
Source link