આગરા લખનૌ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 3 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉન્નાવ જિલ્લામાં રવિવારે સવારે આ અકસ્માત થયો હતો. રિપોર્ટ મુજબ એક કાર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી અને ગાડીમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ગાડી પાછળથી રોડ પર ઉભેલા ટ્રેલર સાથે જોરથી અથડાઈ
મળતી માહિતી મુજબ પોલીસે જણાવ્યું કે આ દુર્ઘટના સવારે લગભગ 7.30 વાગ્યે મટિયારી ગામ પાસે બની હતી. હસનગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ ચંદ્રકાંત મિશ્રાએ જણાવ્યું કે મૃતકોની ઓળખ સંજય કુમાર સિંહ (50), ગૌરવ કુમાર (35) અને સૌરભ કુમાર (30) તરીકે થઈ છે. આ ત્રણેય લોકો બિહારના ગાઝિયાબાદથી ગયા જઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર પાછળથી રોડ પર ઉભેલા ટ્રેલર ટ્રક સાથે જોરથી અથડાઈ હતી.
ડોક્ટરે ત્રણેય લોકોને મૃત જાહેર કર્યા
દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના કર્મચારીઓએ તરત જ ઘાયલોને કારમાંથી બહાર કાઢ્યા અને તરત જ લખનૌની લોકબંધુ હોસ્પિટલમાં મોકલ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ગા઼ડીની વધુ સ્પીડ અને પાર્ક કરેલી ટ્રકને ન જોઈ શકવી હોઈ શકે છે. ઘટના બાદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ટ્રક ચાલક વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
પોલીસે વાહન ચાલકોને કરી આ અપીલ
આ દુર્ઘટનાએ એક્સપ્રેસ વે પર વધુ સ્પીડે મુસાફરી કરતા વાહનોની સુરક્ષા અંગે ફરી એક વાર ચિંતા ઊભી કરી છે. પોલીસે સ્થાનિક લોકો અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા અન્ય લોકોને પણ ડ્રાઈવિંગ કરતી વખતે સાવચેતી રાખવા અને પાર્ક કરેલા વાહનોથી અંતર જાળવવા માટે અપીલ કરી છે.
Source link