GUJARAT

Accident News: રક્ષાબંધને માર્ગ અકસ્માતોની વણઝાર, દર રોજના 406ની સામે 943 બનાવ

  • તહેવારમાં અકસ્માતમાં 132 ટકાનો, શારીરિક હુમલામાં 3 ગણો વધારો
  • અમદાવાદમાં અકસ્માતના સૌથી વધુ 133 કોલ મળ્યા, બીજા નંબરે સુરતમાં 102 કોલ
  • વાહનો સિવાય પડી જવા સહિતની ઈજાના કેસમાં 65 ટકાનો વધારો

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સોમવારે ગુજરાતમાં અકસ્માત કેસમાં 132 ટકાનો વધારો થયો હતો, આ ઉપરાંત શારીરિક હુમલાના કેસમાં ત્રણ ગણા જેટલો વધારો થયો છે. વાહનો સિવાય પડી જવા સહિતની ઈજાના કેસમાં 65 ટકાનો વધારો થયો છે,

એકંદરે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને તહેવારમાં કુલ ઈમરજન્સી કોલમાં 23 ટકાનો વધારો જોવાયો છે. અકસ્માત કેસમાં જંગી વધારો થવાની ઘટનાઓ દર્શાવે છે કે, તહેવારોમાં મુસાફરી દરમિયાન ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત વર્તાય છે. અકસ્માત સહિતના કેસોમાં દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. 108 ઈમરજન્સી સેવાના કહેવા પ્રમાણે રાજ્યમાં સામાન્ય દિવસોમાં રોજના 4,342 કોલ આવે છે, જોકે રક્ષાબંધનના દિવસે 5352 કોલ એટલે કે 23 ટકા જેટલા કેસ વધ્યા છે. સામાન્ય દિવસોમાં રોડ એક્સિડેન્ટના રોજ 406 જેટલા કેસ ગુજરાતમાં નોંધાય છે, અલબત્ત, 19મી ઓગસ્ટે ગુજરાતમાં માર્ગ અકસ્માતને લગતી 943 ઈમરજન્સી મળી હતી, આમ અકસ્માતના કેસમાં 132 ટકાનો વધારો થયો હતો. અમદાવાદમાં સામાન્ય દિવસના 76 કેસની સામે 133 કોલ મળ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button