વાસદ પાસેના રાજુપુરા મહી નદી કિનારે ચાલતા બુલેટ ટ્રેનના પ્રોજેકટ પર આજે મોટી દુર્ઘટનામાં ચારથી વધુ મજૂરો દટાયા હતા. બુલેટ ટ્રેનના બ્રિજની કામ કામગીરી દરમિયાન અચાનક પથ્થરો મુકેલી ક્રેન તૂટી પડતા ચારથી વધુ મજૂરો દટાયાની જાણ સ્થાનિકોને થતાં લોકોના ટોળે-ટોળાં દોડી આવ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્રના ઊચ્ચ અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડા પણ દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા દટાયેલા ચાર પૈકી બે મજૂરને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આણંદના વાસદ પાસે આવેલ રાજુપુરા મહી નદી કિનારે બુલેટ ટ્રેનના પોજેક્ટ કામ કરતા 4 વધુ મજૂરો દટાયા હતા. બુલેટ ટ્રેનના બ્રિજની કામ કામગીરી દરમિયાન અચાનક પથ્થરો મુકેલી ક્રેન તૂટી પડી હતી. જેથી કામ કરતા મજૂરોમાં અફરા તફરી મચી જવા પામી હતી. આ દૂર્ઘટનામાં ચારથી વધુ મજૂરો દટાયા હતા અને આ દુર્ઘટનાની જાણ સ્થાનિકોને થતા લોકોમાં ટોળેટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી. બાદમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય બે મજૂરો દટાયા છે તેમને બહાર કાઢવાની કામગીરી મોડે સુધી ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવને લઈ મજૂરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો
Source link