દસાડા તાલુકાના હેબતપુર ગામમાં રહેતા સુરેશભાઈ મેરુભાઈ પરમારના ઘરે તેમના મિત્ર સુનિલભાઈ સભાડ સ્કોર્પિયો વાહન લઈને શુક્રવારે સાંજે આવ્યા હતા. એ સમય દરમિયાન ગામમાં રહેતા બીજા મિત્ર રઘુભાઈ દલસુખભાઈ ઝાપડિયા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ચા પાણી કર્યા બાદ બેઠા હતા.
એવામાં સુરેશભાઈ અને રઘુભાઈ બંને સુનિલભાઈ સભાડ લાવેલા સ્કોર્પિયો વાહન લઇને ખેતરે જઈને ત્યાંથી વિરમગામ પાસે બાયપાસ રોડ પર આવેલી આસોપાલવ હોટલે નાસ્તો કરી પાછા આવવાનું જણાવી નીકળ્યા હતા. વાહન રઘુભાઈ ઝાંપડિયા હંકારી રહ્યા હતા. વિરમગામ નજીકમાં રસ્તાના ડીવાઈડર સાથે વાહન અથડાતા અકસ્માત સર્જાયો હતો. વાહન પલટી ગયું હતું. વાહનમાં સવાર બંને વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમને બંનેને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે સમયે સુરેશભાઈને ડોકટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે રઘુભાઈની તબિયત નાજુક હોવાથી અમદાવાદ તરફ્ લઈ જવાતા હતા. પરંતુ સાણંદ પોહચતાં તબીયત લથડતા સ્થાનિક દવાખાનાના ડોકટર પાસે લઈ જવાયા હતા. જ્યાં રઘુભાઈનુ પણ મૃત્યુ નિપજ્યું હતુ. જેથી તેમની લાશને વિરમગામ સરકારી હોસ્પિટલ પરત લાવવામાં આવી હતી. બંને મૃતકના પીએમ કાર્ય પુર્ણ થયા બાદ લાશ તેમનાં પરિવારજનોને સોંપાઈ હતી.મૃતક સુરેશભાઈની વય 44 વર્ષ તથા રઘુભાઈને 27 વર્ષની વય હોવાનુ જાણવા મળ્યુ છે. ત્યારે ઘટેલા અકસ્માત સંદર્ભે મૃતક સુરેશભાઈ પરમારના પુત્ર રઘુવીર પરમારે મૃતક રઘુભાઈ દલસુખભાઈ ઝાપડિયાએ બે કાળજીપુર્વક વાહન હંકારી રોડ પર ડીવાઈડર સાથે અકસ્માત સર્જી પોતાનું અને સુરેશભાઈનું મોત નીપજાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે તપાસ શરૂ કરી છે.
Source link