સુરતમાં નશાનો વેપાર કરનારાઓને નામદાર કોર્ટે સખ્ત સજા ફટકારી છે. NDPS કેસમાં આરોપીને સુરત કોર્ટે 15 વર્ષની સખ્ત સજા ફટકારી છે. સુરત શહેર SOG દ્વારા આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019માં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો.
અગાઉ આરોપી 2005માં અમદાવાદ NCBના હાથે પણ ઝ઼ડપાયો હતો
આરોપી ગુલામરસુલ પાસેથી 601 ગ્રામ ચરસ પકડાયું હતુ અને સ્પેશ્યિલ NDPS કોર્ટે ચુકાદો આપતા આરોપીને કડક સજા ફટકારી છે આ સાથે જ રૂપિયા 1.50 લાખના દંડનો હુકમ પણ કર્યો છે. જણાવી દઈએ કે આરોપી ગુલામરસુલ ઉર્ફે બાબાદાના અબ્દુલરહેમાન શેખ આ કેસમાં કસૂરવાર છે. અગાઉ આરોપી 2005માં અમદાવાદ NCBના હાથે પણ પકડાયો હતો. તે સમયે પણ NDPS કોર્ટે આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી અને સજા ભોગવી વર્ષ 2018માં જેલ મુક્ત થયો હતો અને જેલની બહાર આવ્યા બાદ પણ આરોપી ગુલામરસુલ ઉર્ફે બાબાદાનાએ ફરી ડ્રગ્સ પ્રવૃતિ શરૂ કરી દીધી હતી.
ગઈકાલે પણ સુરતમાં NDPSના ગુનામાં એક આરોપી પકડાયો હતો
તમને જણાવી દઈએ કે ગઈકાલે 13 સપ્ટેમ્બરે પણ સુરતમાં NDPSના ગુનામાં એક આરોપી પકડાયો હતો. ભેસ્તાન પોલીસે ઓડિશાથી આરોપીને ઝડપ્યો હતો. આરોપી પ્રદીપ બહેરા NDPSના ગુનામાં વોન્ટેડ હતો અને અગાઉ મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો પકડાયો હતો અને તેમાં પ્રદીપ ભગવાન બહેરાનું નામ ખુલતા આરોપી બન્યો હતો. ત્યારે ભેસ્તાન પોલીસે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વટવા GIDCમાંથી 200 કિલ્લો હાઈ ક્વોલિટીનો ગાંજાનો જથ્થો પકડાવાના મામલે વધુ નવા ખુલાસા થયા
અમદાવાદના વટવા જીઆઈડીસીમાંથી થોડા દિવસ પહેલા 200 કિલ્લો હાઈ ક્વોલિટીનો ગાંજાનો જથ્થો પકડાવાના મામલે વધુ નવા ખુલાસા થયા છે, જેમાં ઓડિસાની આ ગાંજા ગેંગ દ્વારા થોડા મહિના પહેલા પણ હજારો કિલો ગાંજો ગુજરાતમાં મોકલાવ્યો હોવાનો ખુલાસો થયો છે. જેમાં એક નવી મોડ્સ ઓપરેન્ડી પણ સામે આવી હતી. જેમાં ઓડિસાથી જે ડ્રાઈવર અને ક્લીનર આઈસરમાં સ્ટીલ સાથે ગાંજો લઈને નીકળ્યા હતા, એ ડ્રાઈવર અને ક્લીનર દર 500થી 700 કિલોમીટરે બદલાઈ જતા હતા, જેથી પોલીસને માહિતી ન મળી શકે અને ડ્રાઈવર અને ક્લીનરને પણ ખ્યાલ ના આવી શકે કે આઈસરમાં બીજો શું મુદ્દામાલ ભરેલો છે, જેમાં એક ટ્રીપના 20 હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા.
Source link