પશ્ચિમ રેલ્વેના એક કર્મચારી વિરુદ્ધના એક કેસમાં ઇન્કવાયરી ઓફ્સિરના રિપોર્ટની ગેરહાજરીમાં ઔદ્યોગિક ટ્રિબ્યૂનલ દ્વારા હાથ ધરાયેલી પ્રક્રિયા નિષ્પક્ષતા સાથે હાથ ધરાયેલી કહી શકાય નહી એમ ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું છે.
પશ્ચિમ રેલ્વેના એક કર્મચારી વિરુદ્ધ રેલવે ઓથોરિટી દ્વારા લેવાયેલા શિસ્તભંગના પગલાંના વિવાદ કેસમાં જસ્ટિસ એ.એસ.સુપહીયાની ખંડપીઠે સિંગલ જજનો હુકમ રદ કર્યો હતો અને મેટર ફરી ઔદ્યોગિક ટ્રિબ્યૂનલને રિમાન્ડ કરી ઇન્કવાયરી ઓફ્સિરના રિપોર્ટને ધ્યાને લેવા હુકમ કર્યો હતો. ખંડપીઠે ઇન્કવાયરી ઓફ્સિરના રિપોર્ટને ધ્યાને લઇ તેનો અભ્યાસ કરવા અને તેના કારણોને રેકોર્ડ પર લેવા પણ ઔદ્યોગિક ટ્રિબ્યુનલને હુકમ કર્યો હતો. ખડંપીઠે આ મામલો વર્ષ 2005થી પડતર હોઇ ચાર મહિનામાં આ અંગે નિર્ણય લેવા પણ ટ્રિબ્યૂનલને તાકીદ કરી હતી.
Source link