GUJARAT

Surendranagar: પરપ્રાંતીય શ્રમિકો લાવી પોલીસને જાણ ન બે ડઝન શખ્સો સામે કાર્યવાહી

ઝાલાવાડમાં પરપ્રાંતીય શ્રમિકોને લાવી પોલીસને જાણ કરવાના જાહેરનામાનો ભંગ કરનાર 24 સામે ફરિયાદો નોંધાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પરપ્રાંતમાંથી મજુરો લાવી કામે રાખનાર વ્યક્તિઓએ પોલીસને મજુરોને માહિતી આપવાનું જાહેરનામુ અમલી છે.

ત્યારે એસપીની સુચનાથી આ જાહેરનામાની અમલવારી માટે ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં તેનો ભંગ કરનાર ચોટીલાના જાની વડલા ગામે ગણિત અરૂણકુમાર મંડલ, ઈન્દ્રજીત આનંદકુમાર શાહ, જોલી સ્પીનીંગ મીલના બાબુલાલ શંકરલાલ પટેલ, પંચુ દેવાલીભાઈ રાય, દસાડાના કીશન ભાવુભાઈ લેઢવાણીયા, ધ્રાંગધ્રાની ગરીબ નવાઝ હોટેલના દીપક ચમનભાઈ ખંડોરીયા, રજવાડી રેસ્ટોરન્ટના ઈરફાન ઈસાકભાઈ સીપાઈ, દસાડાના ગાડીયાણાના કિશન રાજસીભાઈ ઠાકોર, મૂળીના સરાના અઝીમ રહીમભાઈ પરમાર, લીંબડીના કાનપરા ગામે બનાસકાંઠાના આબીદ નુરાભાઈ વારેલીયા, રળોલના લતીફ હસનભાઈ સંઘરીયાત, ખારાઘોડામાં રાજેશ દુઃખમંડલ પટેલ, ખારાઘોડાના અનીકુલ અબ્દુલકાદીર સરકાર, અનવરઅલી મહમદઅલી, કૈલાસ દેવીભાઈ ચૌહાણ, જૈનાબાદના આસીફ ઉમરભાઈ કુરેશી, સાયલાના ઢેઢુકીમાં બબલુ પ્રેમભાઈ યાદવ, રાજામેલડી હોટલના મહેશ લાખાભાઈ રોજાસરા, થાનમાં રામેશ્વર નંદાદાસ વૈષ્ણવ, વઢવાણના મુકેશ પ્રભુભાઈ કાનાણી, વડોદના સલીમ અયુબભાઈ મીઠાપરા, ચુડાના છલાળાના સુરેન્દ્રસીંહ હેમુભા ડોડીયા, લખતરના સાકરના દયારામ મનજીભાઈ વાટુકીયા, થાનના રમેશ લાલજીભાઈ બાવળીયા સામે ફરિયાદ થઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button