‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શરદ સાંકલા અબ્દુલના રોલ માટે જાણીતો છે, જે એક દુકાનદાર છે, જેની દુકાન ગોકુલધામ સોસાયટીના લોકો માટે ચા પર ગપસપ માટેનું લોકપ્રિય સ્થળ છે. આ શો સિવાય તેને બોલીવુડના સુપરસ્ટાર્સ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
આજે ભલે તેને કોઈ ઓળખાણની જરૂર ન હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે કોઈ તેને ઓળખતું ન હતું. તેને પોતાના કરિયરમાં ઘણો સંઘર્ષ કર્યો છે. શરદે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1983માં આવેલી ફિલ્મ ‘દુર્દેશ’થી કરી હતી. 90 ના દાયકામાં, તેને ફેમસ હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિનના અભિવ્યક્તિઓનું કોપી કરીને ફેન્સના દિલ જીતી લીધા. 1990ના દાયકામાં તેને ચાર્લી કહેવામાં આવતો હતો અને તેણે ‘ખિલાડી’ અને ‘બાઝીગર’ જેવી ફિલ્મોમાં પણ ચાર્લીનો રોલ પ્લે કર્યો હતો.
આ એક્ટર છે બોલીવુડનો ચાર્લી ચેપ્લિન
મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં શરદ સાંકલાએ ખુલાસો કર્યો હતો કે તેને 29 ફિલ્મોમાં ચાર્લી ચેપ્લિનનો રોલ પ્લે કર્યો છે. તેને તેના પ્રથમ ઓન-સ્ક્રીન કામ માટે માત્ર 50 રૂપિયા મળ્યા હતા. ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં, તેના કરિયરમાં એક એવો સમય આવ્યો જ્યારે તેને કામ માટે સંઘર્ષ કરવો પડ્યો. તેને તેના પોર્ટફોલિયો સાથે ઘણા મેકર્સનો સંપર્ક કર્યો, પરંતુ કામ મળતું ન હતું. એક્ટરે તેના ખરાબ સમયમાં સહાયક નિર્દેશક અને સહાયક કોરિયોગ્રાફર તરીકે પણ કામ કર્યું હતું. 8 વર્ષ સુધી બેરોજગાર રહ્યા પછી, TMKOC મેકર અસિત મોદીએ શરદને તક આપી. તમને જણાવી દઈએ કે બંને ઘણા સારા મિત્રો છે.
એક ટીવી શોને કારણે બદલાયું ભાગ્ય
અસિત મોદીએ તેને એક નાના રોલ માટે શરદનો સંપર્ક કર્યો હતો. શરદ આ રોલ કરવા માટે ઉત્સુક ન હતો, પરંતુ પૈસા માટે તેને હા પાડવી પડી અને આ પાત્રે તેને ટીવીની દુનિયામાં એક ખાસ ઓળખ અપાવી. ત્યારથી અબ્દુલ લોકોનો ફેવરિટ કેરેક્ટર બની ગયો છે અને તેને પોતાનો ફેનબેઝ બનાવ્યો છે. ઘણી ફિલ્મોમાં કામ કર્યા પછી પણ તેને તે ઓળખ મળી નથી જે તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અબ્દુલથી મળી હતી. અબ્દુલના પાત્રે તેને માત્ર પ્રસિદ્ધિ જ નહીં અપાવી પરંતુ લાખો દર્શકોના દિલમાં પણ એક ખાસ જગ્યા બનાવી છે. પ્રેક્ષકોનું મનોરંજન કરતા, શરદ એ એક ઝળહળતું ઉદાહરણ છે કે કેવી રીતે જુસ્સો સફળતા તરફ દોરી જાય છે, પછી ભલેને મુશ્કેલીઓ કેમ ન હોય.