ENTERTAINMENT

Filmના સેટ પર ઘાયલ થયો એક્ટર, શૂટિંગના શેડ્યુલમાં કરવામાં આવ્યો ફેરફાર

  • સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆરના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે
  • મુંબઈમાં વોર 2 ના શૂટિંગ દરમિયાન તેના એન્ટ્રી સીનનું રિહર્સલ કરતી વખતે તે ઘાયલ થયો
  • એનટીઆરની સાથે રિતિક રોશન અને કિયારા અડવાણી પણ આ ફિલ્મનો ભાગ છે

રિતિક રોશન અને જુનિયર એનટીઆર હાલમાં ફિલ્મ ‘વોર 2’નું શૂટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ જુનિટર એનટીઆર વોર 2 ના સેટ પર ઘાયલ થયો છે. જ્યારે તેની સાથે આ ઘટના બની ત્યારે તે એક્શન સીન માટે તૈયારી કરી રહ્યો હતો. તેના હાથમાં ગંભીર ઈજા થઈ છે.

રિતિક-કિયારા શૂટને આગળ વધારશે

જુનિયર એનટીઆરના આ એન્ટ્રી સીન વિશે વાત કરીએ, તો તે જહાજ પર ફિલ્માવવામાં આવશે. જે એક શાનદાર ફાઈટ સિક્વન્સ હશે. આ માટે મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં સેટઅપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. રિતિક રોશન અને કિયારા અડવાણી બંને બે મહિના સુધી સાથે ફિલ્મનું શૂટિંગ કરશે. આ ફિલ્મમાં કિયારાની એન્ટ્રી એક ફાઈટીંગ સિક્વન્સ સાથે પણ થવાની છે, જેનું શૂટિંગ મલાડના એક મોલમાં કરવામાં આવ્યું છે.

2 મહિના આરામ કરવાની આપવામાં આવી સલાહ

જુનિયર એનટીઆર સેટ પર ઘાયલ થયા બાદ ડોક્ટરે તેને 2 મહિના સુધી બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. હવે આ અકસ્માતને કારણે ફિલ્મનું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું છે. જુનિયર એનટીઆર સાથેના સીન હવે તેમના સ્વસ્થ થયા પછી ઓક્ટોબરમાં શૂટ કરવામાં આવશે. એક્ટરની ફિલ્મ દેવરાની રિલીઝ પછી જ કામ શરૂ કરી શકશે. દેવરા ફિલ્મ 27 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

‘વોર 2’ ક્યારે રિલીઝ થશે?

‘વોર 2’ એ 2019ની એક્શન થ્રિલર ફિલ્મ વોરની સિક્વલ છે, જેમાં રિતિક રોશન અને ટાઈગર શ્રોફ લીડ રોલમાં હતા. તેની સિક્વલમાં રિતિક રોશન સાથે જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. આ ફિલ્મ વર્ષ 2025માં દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થશે. જેનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button