NATIONAL

IASને લાંચ આપવાનો પ્રયાસ કરતા અદાણી ગ્રૂપના કર્મચારીની ધરપકડ

અદાણી ગ્રૂપની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટના એક સિનિયર અધિકારીની ઓડિશાના એક આઇએએસ અધિકારીની લાંચ આપવાના પ્રયાસના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. વિજિલન્સ ટીમના અધિકારીઓ અનુસાર બુધવારે બરગઢ જિલ્લાના કલેક્ટર આદિત્ય ગોયલના કાર્યાલયમાં આ અધિકારી ગયો હતો.આશય હજુ જાણી શકાયો નથી

અદાણી ગ્રૂપના આ કર્મચારીએ કલેક્ટરને લાંચ આપવાનો પ્રયાસ શા માટે કર્યો અને તેની પાછળનો આશય શું હતો તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. ઓડિશાના વિજિલન્સ ડાઇરેક્ટરેટ દ્વારા આ અંગે કહેવાયું હતું કે આ પ્રકરણમાં તેમની તપાસ ચાલુ છે. અને તપાસ જેમ-જેમ આગળ વધશે તેમ વધુ વિગતો સામે આવશે. ઉલ્લેખનીય છે કે અંબુજા સિમેન્ટની હાલ પોતાના કારોબારના વિસ્તારની યોજના છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button