દેશના રોકાણકારોનો વિશ્વાસ અકબંધ હોવાનો પુરાવો અગ્રણી બિઝનેસ જૂથ એવા અદાણી ગૃપના શેરોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો. અઠવાડિયાના પ્રથમ દિવસે અદાણી ગૃપના શેરમાં ભારે મજબૂતી જોવા મળી હતી. સોમવારે અદાણી ગૃપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ ઉપરાંત, અદાણી પાવર, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન, અદાણી ટોટલ ગૅસ, અદાણી વિલ્મર સહિતની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર પાંચ ટકા સુધીના ઉછાળા સાથે ટ્રેડ થયા હતા.
શેરબજારમાં અદાણી જૂથના સ્ટોક્સની રફ્તાર જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તાજેતરમાં હિંડનબર્ગના મનઘડંત આરોપોને શેરબજારે ફરી એકવાર નકારી કાઢ્યા છે. સોમવારે ગૌતમ અદાણીની માલિકી ધરાવતી કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી પાવર લિમિટેડના શેરમાં 7%થી વધુનો વધારો જોવા મળ્યો હતો, તો અદાણી એન્ટરપ્રાઈઝ સહિતના ઘણા શેરોમાં 5%થી વધુનો વધારો થયો હતો.
અદાણી ગૃપના સ્ટોક્સ પૈકી અદાણી ગ્રીન એનર્જીનો શેર રૂપિયા 98.80 (5.53%) વધીને રૂપિયા .1,887.00 પર પહોંચી ગયો હતો, જ્યારે અદાણી પાવરનો શેર રૂપિયા .37.95 પર વધીને. 5.99%ના વધારા સાથે રૂપિયા .671.40 પર પહોંચી ગયો હતો. અદાણી ગૃપની અન્ય કંપનીઓ જેમ કે અદાણી વિલ્મર અને અદાણી ટોટલ ગૅસના શેરમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી.
સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ ટ્રેડ થયા હતા અને નિફ્ટી પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. તેવામાં અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ ટોપ ગેઇનર્સમાં સામેલ થઈ ગઈ હતી. શરૂઆતના વેપારમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેર રૂપિયા 51.85 (1.75%) ના વધારા સાથે રૂપિયા 3,020.20 પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
અદાણી ગ્રીન એનર્જીનો શેર 6 સપ્ટેમ્બર પછીના સર્વોચ્ચ સ્તરે 7.26% જેટલો વધ્યો હતો, સવારે 10:17 વાગ્યા સુધી તે 6.02% વધીને રૂપિયા 891.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ શેરમાં વાર્ષિક ધોરણે 18.39%નો વધારો થયો છે. બ્લૂમબર્ગ ડેટા અનુસાર કંપનીને ટ્રેક કરતા ત્રણ વિશ્લેષકોમાંથી બે એ ‘Buy’ રેટિંગ જાળવી રાખ્યું છે.
Source link