BUSINESS

6 વર્ષ બાદ અનિલ અંબાણીની કંપનીઓના આવ્યા અચ્છે દિન, રોકાણકારોને બમ્પર ફાયદો

અનિલ અંબાણી ગ્રુપની બે કંપનીઓ માટે સપ્ટેમ્બર મહિનો શાનદાર રહ્યો. આ સમયગાળા દરમિયાન આ બંને કંપનીઓ રોકાણકારોને ઉત્તમ વળતર આપવામાં સફળ રહી છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવરના શેરના ભાવમાં 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીઓના શેરમાં ઉછાળા પાછળ જોતા કહી શકાય કે રોકાણકારોનો વિશ્વાસ ઘણો વધી ગયો છે.
2018 પછી નવી ઊંચાઈએ રિલાયન્સના શેર


રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર સપ્ટેમ્બરમાં 60 ટકાના વધારા સાથે રૂ. 336.20ના સ્તરે પહોંચવામાં સફળ રહ્યો હતો. જે ડિસેમ્બર 2018 પછી કંપનીના શેરનું સર્વોચ્ચ સ્તર છે. ગયા અઠવાડિયે આ કંપનીને લગતા સારા સમાચાર હતા. દામોદર વેલી કોર્પોરેશન સંબંધિત રૂ. 780 કરોડના કેસમાં કંપનીને મોટી સફળતા મળી છે.
આ સિવાય કંપનીનું દેવું પણ ઓછું થયું છે. રિલાયન્સ ઈન્ફ્રાનું દેવું 3831 કરોડ રૂપિયાથી ઘટીને 475 કરોડ રૂપિયા થઈ ગયું છે. કંપનીએ એડલવાઈસ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની સાથે રૂ. 235 કરોડના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો મામલો પણ પતાવ્યો છે. કંપનીએ એલઆઈસી અને આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી લીધેલી લોન પણ ચૂકવી દીધી છે. કંપની હવે શેર વેચીને અને કન્વર્ટિબલ વોરંટ જાહેર કરીને રૂ. 6014 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરશે.
રિલાયન્સ પાવરે પણ દેખાડ્યો પાવર
તો આ તરફ રિલાયન્સ પાવરના શેરમાં પણ સપ્ટેમ્બરમાં 60 ટકાનો વધારો જોવા મળ્યો. 30 સપ્ટેમ્બરે કંપનીના શેર રૂ.48.6ના સ્તરે હતા. જે જાન્યુઆરી 2018 પછી કંપનીના શેરનું આ સર્વોચ્ચ સ્તર છે. કંપનીએ વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડ સાથે રૂ. 3872.04 કરોડના ચાલી રહેલા વિવાદનું સમાધાન પણ કર્યું છે. હવે તમામની નજર કંપનીની બોર્ડ મીટિંગ પર રહેશે. જે 3 ઓક્ટોબર 2024ના રોજ પ્રસ્તાવિત છે. કંપનીના બોર્ડને સ્થાનિક અને વૈશ્વિક બજારોમાંથી લાંબા ગાળાના ભંડોળ એકત્ર કરવા માટે મંજૂરી મળી શકે છે.
DISCLAIMER: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button