યૂ-ટયૂબર અને બિગ બોસ ઓટીટી-2ના વિજેતા એલ્વિશ યાદવની ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. એલ્વિશ યાદવને આઠ કલાક સુધી ઇડીની પૂછપરછનો સામનો કરવો પડયો હતો.
એક રેવ પાર્ટીમાં સાપના ઝેરની થયેલી દાણચોરીના કેસમાં ઇડી દ્વારા તેમની પૂછપરછ થઈ રહી છે. આઠ કલાકની પૂછપરછને અંતે એલ્વિશ ઇડી કાર્યાલયમાંથી બહાર આવ્યા તે પછીનું તેમનું વર્તન જોવા જેવું હતું. તે ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
અક્કડ વલણને કારણે એલ્વિશ સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા રહ્યા છે. ગુરુવારે લખનઉમાં ઇડી દ્વારા તેમની પૂછપરછ થઈ તે પછી ત્યાં હાજર પત્રકારો પર ગુસ્સો ઉતાર્યો હતો તે ઘટનાનો વીડિયો વાઇરલ છે. વીડિયોમાં એલ્વિશ કહી રહ્યા છે કે,’ચિલ , ચિલ કરો મિત્રો, આરામ કરો. બાજુ પર ખસી જાઓ. પોતાના ઘેર જઈને ભોજન કરો, ભૂખે મરી રહ્યા હશો. એક તરફ ખસી જાઓ, તમે બધા ભૂખે મરી રહ્યા હશો.’ એક મીડિયાકર્મીએ જણાવ્યા મુજબ એલ્વિશે મીડિયાકર્મીઓને એક તરફ ધકેલી દઈને કારનો દરવાજો ઝડપથી બંધ કરી દીધો હતો. તેમ કરવા જતાં બે મીડિયા કર્મીના હાથ દરવાજામાં ફસાઈ ગયા હતા. તેમને આ ઘટનાથી ઈજા પહોંચી હતી. 17 માર્ચના રોજ નોઇડા પોલીસે એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી. ધરપકડના એક દિવસ પછી તેઓ પોતાનો ગુનો કબૂલી ચૂક્યા છે. સ્થાનિક અદાલતે તેમના જામીન મંજૂર કરેલા છે.
Source link