GUJARAT

Ahmedabadમાં ભારે વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ અને વાયરલ ઈન્ફેક્શનના અનેક કેસ

  • અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના 116 કેસ અને વાયરલ ઈન્ફેકશનના 1500 કેસ નોંધાયા
  • સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજની 1,450થી વધુ ઓપીડી કેસ નોંધાઈ રહ્યા છે
  • વરસાદી વાતાવરણમાં મચ્છરોની ઉત્પત્તિ વધતા મચ્છરજન્ય રોગનો પણ મોટો વધારો

અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે હવે વરસાદ બાદ શહેરમાં રોગચાળો વકર્યો છે અને એક અઠવાડીયામાં 10,177 દર્દીઓ OPDમાં નોંધાયા છે. જેમાંથી ડેન્ગ્યુના 116 કેસ અને વાયરલ ઈન્ફેકશનના 1500 કેસ નોંધાયા છે.

મચ્છરોની ઉત્પત્તિ વધતા મચ્છરજન્ય રોગનો પણ મોટો વધારો

અમદાવાદ શહેરમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ડબલ ઋતુનો અનુભવ થતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે ક્યારેક વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શહેરમાં વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત વરસાદી માહોલમાં મચ્છરોની ઉત્પત્તિ વધતા મચ્છરજન્ય રોગનો પણ વધારો થયો છે, જેને કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજની 1,450થી વધુ ઓપીડી કેસ નોંધાયા છે.

ઓગસ્ટ મહિનામાં જ 7 દિવસમાં 116 ડેન્ગ્યુના કેસ નોંધાયા

ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગનું ઉપદ્રવ વધી જતો હોય છે. ત્યારે અમદાવાદમાં પણ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુ અનુભવાતા મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ અત્યંત વધ્યો છે, કારણ કે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ મહિનાના ત્રીજા અઠવાડિયામાં એટલે કે 19થી લઈને 25 ઓગસ્ટ સુધી 7 દિવસમાં 116 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.

મેલેરિયાના 32 કેસ, વાયરલ ઈન્ફેક્શનના 1500 કેસ નોંધાયા

આ ઉપરાંત ચિકનગુનિયાના 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે. મેલેરિયાના 32 કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લૂના પણ 5 કેસ નોંધાયો છે. જ્યારે વાયરલ ઈન્ફેક્શનના 1500 કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ એક અઠવાડિયામાં OPDમાં 10,177 દર્દીઓએ સારવાર મેળવી છે, જ્યારે IPDમાં 1,011 દર્દીઓએ સારવાર મેળવી છે. ત્યારે ચોમાસામાં સાવચેત રહેવા માટે તબીબોએ જનતાને અપીલ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button