ENTERTAINMENT

Sushant Singh Rajput પછી રિયા ચક્રવર્તીની લાઈફમાં મિસ્ટ્રી મેનની એન્ટ્રી! જુઓ Video

  • રિયા છેલ્લા કેટલાક દિવસોથી તેના કોઈને કોઈ કારણોસર ચર્ચામાં છે
  • આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
  • આ વીડિયોમાં રિયા તેના કથિત બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે

બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયાનું નામ ઘણા વિવાદોમાં રહ્યું હતું. સુશાંતના પરિવારે તેમના પુત્રના મૃત્યુ માટે રિયાને જવાબદાર ગણાવી હતી. રિયાએ ફરી એકવાર પોતાનું જીવન શરૂ કર્યું. સુશાંત પછી ફરી એકવાર રિયાના જીવનમાં પ્રેમ જોવા મળ્યો છે. રિયા છેલ્લા કેટલાક દિવસોથી તેના કોઈની સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિયા તેના કથિત બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે.

રિયા તેના કથિત બોયફ્રેન્ડ સાથે બાઈક ચલાવતી મળી જોવા

રિયા ચક્રવર્તી ફરીથી તેના સંબંધોના સમાચારને કારણે ચર્ચામાં છે. સુશાંત બાદ હવે રિયાનું નામ નિખિલ કામથ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રિયાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રિયા તેના કથિત બોયફ્રેન્ડ નિખિલ કામથ સાથે બાઈક રાઈડની મજા લેતી જોવા મળે છે. આ વીડિયોમાં નિખિલે હેલ્મેટ પહેરેલું છે. જ્યારે રિયા હેલ્મેટ વિના કેઝ્યુઅલ ડ્રેસમાં જોવા મળે છે. રિયાએ પોતાનો ફેસ છુપાવવા માટે મોં પર કાળું માસ્ક પહેર્યું છે. પરંતુ રિયાએ હજુ સુધી નિખિલ સાથેના સંબંધો અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

જોરદાર ટ્રોલ થઈ રિયા

રિયા ચક્રવર્તીનો આ વીડિયો નેટીઝન્સમાં ચર્ચામાં છે. તેના પર કોમેન્ટ કરીને યુઝર્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. તેને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું છે કે ‘બીજી એક મિસ્ટ્રી આત્મહત્યા થવાની છે.’ બીજા યુઝરે લખ્યું છે કે, ‘તેની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો એ મૃત્યુને આમંત્રણ આપવા જેવું છે.’ એક યુઝરે લખ્યું છે કે, ‘મેડમ, જો જીવન છે તો દુનિયા છે, હેલ્મેટ પહેરો.’ આ સિવાય એક યુઝરે લખ્યું છે કે ‘સુશાંત પછી હવે તેનો વારો છે.’ ઘણા યુઝર્સે નિખિલને સાવચેત રહેવાની ચેતવણી આપી હતી. તેમજ સુશાંત સિંહ રાજપૂતના ફેન્સે રિયાનું નામ લઈને ઘણા ટોન્ટ માર્યા હતા.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button