ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને આ કેસમાં એક બાદ એક મોટા કૌભાંડો પણ સામે આવી રહ્યા છે. લોકોના હ્રદય ચીરીને રૂપિયા કમાવવાનું કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો અને સંચાલકો ચલાવી રહ્યા હતા.
ચિરાગ રાજપૂતના ઘરેથી દારૂની બોટલો મળી
ત્યારે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલના ઘરેથી દારૂની બે બોટલો મળ્યા બાદ હવે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત ઘરેથી પણ દારૂની બોટલો મળી છે. ચિરાગ રાજપૂતના ઘરમાંથી દારુ ભરેલું કબાટ મળી આવ્યું છે. કબાટમાં મોંઘીદાટ દારુની બોટલો મળી આવી છે, ત્યારે અનેક સવાલો ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો અને સંચાલકો ઉપર ઉભા થઈ રહ્યા છે. કબાટમાં દારૂની બોટલો જોઈને લાગી રહ્યું છે કે ચિરાગ રાજપૂતે જાણે કે ઘરમાં જ આખું એક મીની બાર બનાવીને રાખ્યું હોય.
કાર્તિક પટેલના ઘરેથી પણ મોંઘીઘાટ દારૂની બોટલો મળી
તમને જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલના ઘરેથી પણ મોંઘીઘાટ દારૂની બોટલો મળી આવી છે. કાર્તિક પટેલના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું અને ત્યાં ખ્યાંતિકાંડમાં આરોપી કાર્તિક પટેલની કરતૂતનો પર્દાફાશ થયો છે. કાર્તિક પટેલના ઘરેથી મોંઘીઘાટ દારૂની બોટલો મળી આવી છે. આ સાથે જ પોકર રમવાના સાધનો પણ મળ્યા છે અને લોકોને મારીને કમાયેલા રૂપિયાથી કાર્તિક પટેલે મોંઘોદાટ બંગ્લો પણ બનાવ્યો છે અને તેમાં મોંઘી દાટ ગાડીઓનો ખડકલો પણ જોવા મળી રહ્યો છે.
મની માફિયા કાર્તિક પટેલની વૈભવી લાઈફસ્ટાઈલ
આ સાથે જ તેની વૈભવી લાઈફસ્ટાઈલ જોઈને પણ તમે ચોંકી જશો. 24 કલાક લાઈટ હોવા છતાં તેના ઘરમાં જનરેટર જોવા મળ્યું છે. જેમના ઘરમાં લાઈટ નથી તેવા લોકોના કાર્તિક પટેલે જીવ લીધા છે અને લોકોના જીવ લઈને રૂપિયા કમાઈને કાર્તિકે જનરેટર વસાવ્યું છે. તમને જણાવી દઈએ કે મની માફિયા કાર્તિક પટેલ 3 નવેમ્બરથી વિદેશમાં છે.
Source link