SPORTS

બાંગ્લાદેશ સામેની હાર બાદ ખેલાડીઓનું વધ્યું ટેન્શન, PCBના અધ્યક્ષે આપી ચેતવણી

  • બાંગ્લાદેશે રાવલપિંડી ટેસ્ટમાં પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું
  • પાકિસ્તાનને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો
  • PCB અધ્યક્ષ મોહસિન નકવીએ હાર પર પોતાનું નિવેદન આપ્યું છે

બાંગ્લાદેશે રાવલપિંડી ટેસ્ટમાં પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું હતું. પાકિસ્તાનને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમની ઘણી બેઈજ્જતી થઈ હતી. શાન મસૂદની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમની ઘણી આલોચના થઈ રહી છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી, મોહમ્મદ હાફીઝ અને ફવાદ આલમે હાર બાદ સવાલ ઉઠાવ્યા હતા. જો કે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ હાર પર પોતાનું નિવેદન આપ્યું છે. તેણે એમ પણ કહ્યું કે હવે આગળનો રસ્તો શું છે?

મોહસિન નકવીએ આપ્યું નિવેદન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું કે જો અલ્લાહ ઈચ્છશે તો હું પાકિસ્તાન ક્રિકેટની ખામીઓ દૂર કરીશ, અમારી ટીમમાં બદલાવ આવી રહ્યા છે. તેણે કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટમાં મોટા પાયે પરિવર્તનની જરૂર છે. આ પહેલા T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ સુપર-8 રાઉન્ડમાં પહોંચી શકી નથી. આ પછી મોહસીન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટમાં મોટા પાયે ફેરફારની જરૂર છે. તે જ સમયે, હવે બાંગ્લાદેશ સામેની હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ફરી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.

મેચની સ્થિતિ

પહેલા બેટિંગ કરવા આવેલા પાકિસ્તાને 6 વિકેટે 448 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 171 રનની ઇનિંગ રમી હતી. પરંતુ આ પછી બાંગ્લાદેશે શાનદાર વળતો પ્રહાર કર્યો હતો. બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 565 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ રીતે પ્રથમ દાવના આધારે બાંગ્લાદેશને 117 રનની મહત્વની લીડ મળી હતી.

પાકિસ્તાનનો બીજો દાવ માત્ર 146 રનમાં સમેટાઈ ગયો હતો. પાકિસ્તાન માટે મોહમ્મદ રિઝવાન એકલા હાથે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ 51 રન બનાવીને પેવેલિયનમાં ગયો હતો. બાંગ્લાદેશને જીતવા માટે 30 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button