BUSINESS

Business: અઢી વર્ષ બાદ લોન વૃદ્ધિ કરતાં ડિપોઝિટ ગ્રોથમાં વધારો

લગભગ 30 મહિના બાદ કુલ લોન કરતાં બેંક ડિપોઝિટનો આંકડામાં વધારો થતાં બેંકિંગ સેક્ટરે મોટો હાશકારો અનુભવ્યો છે. બેંક ડિપોઝિટમાં થયેલો વધારો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના બેંકો માટેના પ્રોત્સાહ પગલાંને આભારી છે.

આરબીઆઈના તાજેતરના આંકડા અનુસાર, 18મી ઓક્ટોબરના રોજ સમાપ્ત થયેલા પખવાડિયા દરમિયાન બેંકોમાં વાર્ષિક ધોરણે ડિપોઝીટ 11.74 ટકાના વધારા સાથે રૂ.218.07 લાખ કરોડ થઈ ગઈ હતી. જ્યારે આ જ સમયગાળા દરમિયાન ક્રેડિટ ગ્રોથ વાર્ષિક ધોરણે 11.52 ટકા વધીને રૂ.172.38 લાખ કરોડ થઈ ગઈ છે. આરબીઆઈ દ્વારા બેંક ડિપોઝિટ અને ક્રેડિટ ગ્રોથ વચ્ચેના અંતરને ઘટાડવા માટે તેમજ વધુ ફંડ એકત્ર કરવા માટે બેંકોને નવતર વ્યૂહ ઘડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અલબત્ત નિષ્ણાતોનું માનવું છે કે, ક્રેડિટ વિસ્તરણ અને ડિપોઝિટ વૃદ્ધિ વચ્ચે અંતર ઘટવાનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે, પોતાની અગાઉની ઉચ્ચ સપાટીથી ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો થયો છે. રેગ્યુલેટરના નિર્દેશ બાદ બેંકો અને તેમાં પણ ખાસ કરીને ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા ડિપોઝિટ એકત્ર કરવામાં ગતિ આવી છે. 18 ઓક્ટોબરે સમાપ્ત થયેલા પખવાડિયામાં 11.74 ટકાની થાપણ વૃદ્ધિ અગાઉ ચાર ઓક્ટોબરના રોજ સમાપ્ત થયેલા પંદર દિવસની 11.80 ટકાની વૃદ્ધિ કરતાં ઓછી છે. એ જ રીતે 18 ઓક્ટોબરના પખવાડિયા દરમિયાન ક્રેડિટ ગ્રોથની ગતિ પણ ધીમી પડી હતી. જે અગાઉના સમયગાળામાં 12.77 ટકાથી ઘટી હતી. 25 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા પખવાડિયાથી ક્રેડિટ ગ્રોથ ડિપોઝિટ વૃદ્ધિને વટાવી ગઈ હતી. જેથી અંતર 700 બેસિસ પોઈન્ટ્સ સુધી પહોંચ્યું હતું. આરબીઆઈના અહેવાલ મુજબ, બે-ચાર વર્ષથી ક્રેડિટ અને ડિપોઝિટ વૃદ્ધિ વચ્ચે તફાવત જોવા મળ્યો હતો. આર્થિક નિષ્ણાતે જણાવ્યું હતું કે, આ સ્થિતિ અપેક્ષા મુજબની છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button