- હિના ખાનને સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહી છે
- એક્ટ્રેસે વીડિયો શેર કરીને પોતાની બીમારી અને સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું
- અત્યાર સુધીમાં 5 કીમોથેરાપી થઈ છે અને 3 હજુ બાકી છે
ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં તેના બ્રેસ્ટ કેન્સરની બીમારીને કારણે ચર્ચામાં છે. ટીવી સેલેબ્સની સાથે ઘણા ચાહકો પણ એક્ટ્રેસના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઘણા દિવસોથી હિના ખાને તેના ચાહકોને તેની બીમારી વિશે અપડેટ કર્યું ન હતું. જેના કારણે બધાએ તેને સોશિયલ મીડિયા પર પ્રશ્નો પૂછ્યા હતા. હવે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાની બીમારી અને સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. એક્ટ્રેસે જણાવ્યું કે, તે છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયાથી કેમ ગાયબ હતી.
છેલ્લા કેટલાક દિવસો તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે
બ્રેસ્ટ કેન્સર પીડિત હિના ખાને ફેન્સને અપડેટ આપતા કહ્યું કે, અત્યાર સુધીમાં મારી 5 કીમોથેરાપી થઈ છે અને 3 હજુ બાકી છે. હું આ બીમારી સામે સારી રીતે લડી રહ્યી છું, પરંતુ છેલ્લા કેટલાક દિવસો તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. હું સોશિયલ મીડિયાથી ગાયબ હતી કારણ કે મારે મારી જાતને આ બીમારીથી સાજી કરવાની હતી, હું આ માટે દરેકની માફી માંગવા માંગુ છું.
બ્રેસ્ટ કેન્સરની ચાલી રહી છે સારવાર
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એક્ટ્રેસ હિના ખાન હાલમાં તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજથી પીડિત છે. એક્ટ્રેસને થોડા મહિના પહેલા જ તેની બીમારી વિશે ખબર પડી હતી. જે બાદ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને બ્રેસ્ટ કેન્સરથી પીડિત હોવાના સમાચાર આપ્યા હતા. ત્યારથી હિના ખાનનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તે તેની બીમારીને લગતા નવા અપડેટ્સ તેના ફેન્સ સાથે અવારનવાર શેર કરતી રહે છે. હવે હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ શેર કરી છે.