GUJARAT

Ahmedabad: સુભાષબ્રિજ RTO ઓફિસમાં સિંગલ વિન્ડો બારી પાસેથી એજન્ટ પકડાયો

સુભાષબ્રિજ આરટીઓ ઓફિસમાં આવેલા સિંગલ વિન્ડો બારી પાસે એક વુદ્ધની શંકાસ્પદ પ્રવૃતિ કરતા હોવાની જાણ થતાં GISF સિક્યુરિટીના ગાર્ડે તેમણે પકડીને આરટીઓ અધિકારી પાસે લઇ ગયા હતા. જ્યાં પકડાયેલા વુદ્ધે કબૂલ્યું કે, તે લાઈસન્સ સહિત અન્ય કામગીરી માટે અરજદારો પાસેથી પૈસા લઇને કામકાજ કરાવી આપી છે.

આ અંગે આરટીઓના સિક્યુરિટી ગાર્ડે રાણીપ પોલીસ સ્ટેશનમાં વુદ્ધ એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ પોલીસ વિભાગે આરટીઓ કચેરીથી 100 મીટરના અંતરમાં એકપણ એજન્ટોએ ઉભા રહેવુ નહીં અને કચેરીમાં કોઇ કામગીરી કરાવવા માટે આવવુ નહીં તેવો પ્રતિબંધ ફરમાવતુ એક જાહેરનામું અગાઉ બહાર પાડયુ હતુ. આમ છતાં, સુભાષબ્રિજ આરટીઓ કચેરીની બહાર અને અંદર મોટા ભાગના એજન્ટો દ્વારા બેનંબરમાં ડ્રાઇવિંગ લાઈસન્સ, આરસી બુક કઢાવવાની સહિત અન્ય કામકાજો કરાવતા હોય છે અને અનેક વખત અગાઉ એજન્ટો પકડાઇ ચૂક્યા છે. બીજી તરફ, અરજદારોને સરળતા અને ઝડપી કામ પૂર્ણ થાય તે માટે એજન્ટોને પૈસા આપીને કામ કરાવતા હોય છે. આવી જ રીતે, એક વુદ્ધ વ્યકિત આરટીઓ કચેરીમાં આવેલ સિંગલ વિન્ડો બારી પાસે ડોક્યુમેન્ટના જથ્થા સાથે કામગીરી કરાવી રહ્યો હતો. જેની જાણ GISFના સિક્યુરિટીમાં ફરજ બજાવતા હિરેન જોષીને થતા તેઓએ તાત્કાલિક સિંગલ વિન્ડો બારી પાસે પહોંચીને વુદ્ધને ઉભા રાખીને ડોક્યુમેન્ટ તપાસ્યા હતા. જેમાં વુદ્ધ દાનાભાઇ મકવાણા એજન્ટ તરીકેની કામગીરી કરતા હોવાનું સામે આવ્યુ હતુ. બાદમાં એજન્ટ દાનાભાઇને હિરેન જોષી તાત્કાલિક આરટીઓ કચેરી અધિકારી જે.જે.પટેલ પાસે લઇ ગયા હતા. આ અંગે હિરેન જોષીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button